આત્મીય કોલેજમાં ૨૮મીએ પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા : ટેબ્લેટ માટે કોલેજે ૧૮ સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડો.પંડયાને પી.જી. વિભાગમાંથી મુક્તિ કરાયા છે જ્યારે ડો.ભાયાણીને પરીક્ષા વિભાગના ઘજઉ બનાવવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં પીએચ.ડી. થવા માટેની પ્રવેશ પરીક્ષા ૨૮મી સપ્ટેમ્બરે લેવાશે. સાથે જ ટેબલેટ મેળવવા માંગતા વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ ૧૮ સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરવા માટે આદેશ અપાયો છે.
યુનિવર્સિટીના પૂર્વ રજીસ્ટ્રાર અને હાલ પી.જી. વિભાગમાં હેડ તરીકે ફરજ બજાવતા ડો.ધીરેન પંડયાને પી.જી. વિભાગમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે પરીક્ષા વિભાગના ઘજઉ(ઓફિસર ઓન સ્પેશ્યલ ડયૂટી) તરીકે એમ.બી.એ. ભવનના ડો. સંજય ભાયાણીની નિયુક્તિ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ કુલપતિ ડો.નીલાંબરીબેન દવેએ પરીક્ષા વિભાગના ખાસ ફરજ પરના અધિકારી તરીકે ડો.શૈલેષ પરમારની નિમણૂક થઈ હતી, જોકે નવા કુલપતિ – ઉપકુલપતિએ ચાર્જ સંભાળતા સાથે જ ડો.પરમાર પાસેથી ઓ.એસ.ડી. નો ચાર્જ લઈ લેવાયો હતો.
યુનિવર્સિટીમાં પીએચ.ડી.માં પ્રવેશ માટેની પરીક્ષા તા.૨૮ સપ્ટેમ્બરે યોજાશે. જેમાં ૧૨૨ સીટ સામે ૨૮૦૦ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. પીએચ.ડી. પ્રવેશ પરીક્ષામાં
રિસર્ચ મેથોડોલોજી અને વિષયનું મળી ૧૦૦ માર્કસનું પેપર લેવાશે. જેમાં ૦.૨૫ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ રહેશે અને જનરલ કેટેગરીના છાત્રે ૫૦ ગુણ લેવાના રહેશે. આ ઉપરાંત યુનિવર્સિટી સત્તાધીશોએ આદેશ કર્યો છે કે ’જે કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટની જરૂરિયાત હોય તેવા છાત્રોનું તા. ૧૮ સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.