૧૫ને નોટિસ: ૪૦૬ કિલો વાસી અને અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના ભગવતીપરા, ગાંધી સ્મૃતિ, ધરમનગર, પારડી રોડ અને કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં પાણીપુરીના ઉત્પાદન સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૮ સ્થળે ચેકિંગ દરમિયાન ૧૫ સ્થળોએ બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જણાતા તમામને નોટિસ ફટકારવામાં આવી હતી અને ૪૦૬ બિનઆરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.
આજે હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ૩૫ કિલો દાઝયુ તેલ, ૧૨૮ કિલો સડેલા વાસી બટેટા, ૩૪ કિલો વાસી ચણા, ૧૧૩ કિલો દુર્ગંધયુકત મસાલાવાળુ પાણી, ૫૯ કિલો હાનિકારક કલરયુકત ચટણી અને ૩૬ કિલો સડેલી ડુંગળીનો નાશ કરાયો હતો.