આજે નસપ્તસંગીતથમાં અજય ચક્રવર્તી શાસ્ત્રીય ગાયનનો લાભ આપશે
હલ્દીપુરના બેન્ડ નસપ્ત સંગીતથમાંત્રણ વર્ષનુ સૌથી અદભૂત અને અવિસ્મરણીય પફોર્મન્સ રજૂ કરી રાજકોટવાસીઓના દિલ જીત્યા
પંડિત રવિ ચારી અને તેના ફયુઝન બેન્ડની પ્રસ્તુતી રાજકોટ માટે કદાચ આ પ્રકારની પ્રથમ અને કયારેય ન ભૂલી શકાય એવી અવિસ્મરણીય રહી હતી નીયો રાજકોટ ફાઉન્ડેશન રાજકોટવાસીઓને સપ્ત સંગીત ૨૦૧૯ના માધ્યમથી બીજા દિવસની એક એવી પ્રસ્તુતી રજૂ કરી જેની કલ્પના પણ રાજકોટના કોઈ સંગીત રસીકોએ નહી કરી હોય. જેમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને પશ્ચીમી સંગીતની અદભૂત પ્રસ્તુતી કરાઈ અને સૌ દર્શકો મંત્રમુગ્ધ થયા.
અવિસ્મરણીય સુરીલી સાંજની શરૂઆત બીજા દિવસના પેટ્રનો દ્વારા દિપ પ્રાગટય દ્વારા કરવામાંવી દીપ પ્રાગટમાં ઓરબીટ બેરીંગના વિનેશભાઈ પટેલ પરિવાર તેમજ કો.પેટ્રન કે. જે. કોટેચા ટ્રસ્ટના દિપ્તીબેન અને મહેશભાઈ કોટેચા પરિવાર સાથે નીયો રાજકોટ ફાઉન્ડેશનના સર્વે ડિરેકટરો પરાક્રમસિંહ જાડેજા, અરવિંદભાઈ પટેલ, વિક્રમભાઈ સંઘાણી, હિરેનભાઈ સોઢા, અને દિપકભાઈ રિડાણી જોડાયાહતા. કાર્યકમમાં ભાજપના મહિલા અગ્રણી અને મુખ્યમંત્રીના પત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણીએ ખાસ હાજરી આપી હતી. અને કાર્યક્રમને માણ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં આયોજકોની વિનંતીને માન આપી પ્રથમ ચરણમાં શુધ્ધ શાસ્ત્રીય સંગીતમાં પંડિત રવિ ચારીના સિતાર વાદન અને તેમની સંગીત પંડિત સત્યજીત તલવલકરના તબલા વાદનથી કરવામાં આવી. તેમણે સિતાર પર રાગ બાગે વિલંબીત જપતાલ અને દ્વતલયમાં તીનતાલમા પ્રસ્તુત કરી શાસ્ત્રીય વાદ્ય સંગીતની ઉતમ પેશકશ રજૂ કરી હતી રવિ ચારીને તબલા પર સાથ આપ્યો સત્યજીત તલવલકરે. સત્યજીતના માતા પિતા સુરેશ તલવલકર અને માતા પદ્માજી પણ શાસ્ત્રીયસંગીત ક્ષેત્રે મોટા કલાકારોમાં સ્થાન પામેલ છે. તેમના અદભૂત તબલા વાદન અને સિતાર તબલાની જુગલબંદીએ અનોખો માહોલ બાંધ્યો હતો.
સભાના બીજા ચરણમાં રવિ ચારી ક્રોસીંગના ફયુઝન બેન્ડના અન્ય કલાકારોમાં ડ્રમ પર જીનો બેંકસ, બેઈઝ ગીટાર પર શેલ્ડોન ડીસીલ્વા, અને કી. બોર્ડ પર સંગીત હલ્દીપુર જોડાયા હતા. તેમણે ફયુઝન સંગીતની શરૂઆત રાગ જોગ અને રાગ હંસધ્વનીથી કરી તેમા પણ સાડા પાંચ માત્રાના જટીલ તાલ સાથે સાથ મિલાવતા ભારતીય અને પશ્ર્ચિમી વાદ્યનો અદભૂત સંગમ માણવા મળ્યો હતો. ફયુઝન બેન્ડની જમાવટ, શ્રોતાઓ માટે નાવીન્યસભર હતી જે તેમને અલૌકિક દૂનિયામાં લઈ ગઈ હતી. ફયુઝન બેન્ડના પ્રત્યેક કલાકારે પોતાના વાદ્યની સોલો પ્રસ્તુતી રજૂ કરી તેમની સંગીતની સમજ અને વાદ્ય પરની નીપુણતા પ્રસ્તુત કરી પ્રેક્ષકોને અચંબીત કર્યા હતા.
તા.૫ જાન્યુઆરીને શનિવારના રોજ સપ્ત સંગીત ૨૦૧૯ કાર્યક્રમના ત્રીજા દિવસે શાસ્ત્રીય ગાયક અજય ચક્રવર્તી રાજકોટના મહેમાન બનવાના છે. તેમના શાસ્ત્રીય ગાયનનો લાભ રાજકોટને મળશે.
સિતાર વાદનની પ્રેરણા પિતા પાસેથી મળી: રવિ ચારી
આ તકે અબતક સાથેની વાતચીતમાં પ્રસિધ્ધ સિતાર વાદક રવિ ચારીએ જણાવ્યું કે રાજકોટમાં પ્રથમ વખત પોતે પરફોર્મ કરી રહ્યા છે. ઉલ્લેખનીય કાર્યો કરનાર નીઓ ફાઉન્ડેશનની કામગીરી સરાહનીય છે નીઓ ફાઉન્ડેશન શાળાઓને લઈને પણ ઘણા ખરા પ્રોજકેટ કરી રહ્યા છે. દેશના ગરીબ બાળકોને એ પણ ખબર નથી કે લેપટોપ, કમ્પ્યુટર ખરેખર શું છે. તો આવા બાળકોના વિકાસ માટે નીઓ ફાઉન્ડેશન સતત કાર્યરત છે. વધુમાં ઉમેર્યું કે સિતાર વાદનનીક પ્રેરણા તેઓને તેમના પિતા તરફથી મળી તેના પિતા તબલા વાદક હતા ૧૦ વર્ષનાં થયા ત્યારબાદ તેમની ટ્રેનીંગ શરૂ થઈ.