હેમુ ગઢવી હોલમાં સપ્ત સંગીતીમાં આજે રવિચારી અને તેમનું ફયુઝન બેન્ડ ધુમ મચાવશે
રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નિયો રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સપ્ત સંગીતી શાસ્ત્રીય સંગીત મહોત્સવનો આરંભ થયો હતો. પંડિત રાજન અને સાજન મિશ્રાના કંઠય સંગથી આ સાત દિવસીય યાત્રા આરંભાઈ હતી. પૂ.મોરારીબાપુએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમને આશીર્વચન પાઠવ્યા હતા. સાથોસાથ કંઠય સંગીતની શરૂઆત રાગ કૌસી કાનડાથી કરી હતી. રાજન કે સરતાજ રામ શ્રીરામ રચનાથી સ્વરની મોહિની છવાઈ હતી. સાથે તબલા, હાર્મોનિયમના તાલ-સુરનો પદ મદુ શ્રોતાઓએ અનુભવ્યો હતો.
સંગીતની વર્ષોની સાધના, સુરની ઉપાસના એમની રજુઆતમાં સ્પષ્ટ અનુભવાઈ હતી. વિલંબિત દ્વત, મીંઢ, ખયાલ ગાયકીનું એક સમોહક વાતાવરણ છવાયું હતું. કંઠનું કૌશલ્ય અને સુર પરના પ્રભુત્વનો લોકોને જાણે સાક્ષાત્કાર થયો હતો. પંડિતજીની સાથે તબલા પર સંજુ સહાય, તાનપુરા પર ઘ્વનિ વછરાજાની અને પલાશ ધોળકિયા, સુમિત મિશ્રા, હાર્મોનિયમ પર સંગત કરી હતી. નિયોના આ કાર્યક્રમ માટે દેશના ૫૨ શહેરોમાંથી ૩ જ દિવસમાં ૬૨૦૦ રજીસ્ટ્રેશન થયા હતા. શરૂઆતમાં નિયોના ડિરેકટર પૈકીના એક દિપક રીંડાણીએ નિયોની વિવિધ વિગતો આપતા કહ્યું કે, શહેરની મ્યુનિસિપલ સ્કુલોમાં ડિજિટલ કલસ અને ઈંગ્લીશ, ગણિત શીખવવાનું અભિયાન પણ નિયો ચલાવી રહ્યું છે.