પંડિત દિનદયાળ ઉપાઘ્યાયની જન્મ જયંતિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ભાવાંજલી અપાઇ
આજરોજ પંડિત દિનદયાલ ઉપાઘ્યાયની જન્મજયંતિ નીમીતે પંડીત દિનદયાલ ઉપાઘ્યાય એકાત્મતા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સીવીલ હોસ્પિટલમાં પંડિત દિનદયાલ ઉપાઘ્યાયની પ્રતિમાને ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ રાજુભાઇ ધ્રુવ સહીતનાં કારોબારી સભ્યો ઉ૫સ્થિત રહ્યા હતા.અબતક સાથેની વાતચીત દરમિયાન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાઘ્યાય રાજુભાઇ ધ્રુવએ જણાવ્યું કે સામાજીક સમરસતામાં પ્રખત હિમાયતી ભારતીય જનસંઘ અને હાલના ભારતીય જનતા પક્ષના શિલ્પી, નિર્માતા ભારત માતાના પનોતાપુત્ર ભારતની એકતા અને અખંડીતતાના સ્વપ્ન દ્રષ્ટા પંડીત દિનદયાલ ઉપાઘ્યાયની આજરોજ જન્મ જયંતિ છે.
આજે અમે પંડીતજીની પ્રતિમાને ભાવપૂર્ણ ભાવાંજલી અર્પણ કરી રહ્યા છીએ. સમગ્ર દેશમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે આજે એકલા હાથે નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં મજબૂત પણે ભારતીય જનતા પક્ષ ઉભરી આવ્યો છે.
તો તેના પાયામાં પંડીત દિનદયાલ ઉપાઘ્યાયજીની મહેનત તપસ્યા તેમનો પરિશ્રમ તેમની દિર્ધ દ્રષ્ટિએ તેમણે જે માર્ગ કડાર્યો તે માર્ગે ચાલી અને આજે નરેન્દ્રએ સમગ્ર દેશને અની ભારતીય જનતા પક્ષને નેતૃત્વ પુરુ પાડી અને આજે ૨૮૨ લોકસભામાં સીટો મેળવી અને એકલે હાથે સરકાર રચી તેના પાયામાં છે ખરા અર્થમાં દધીચી કહેવાય એવા દિનદયાલ ઉપાઘ્યાયએ અર્પેલા સંસ્કારો છે. આજે આવા પંડિતજીના નામે રાજકોટમાં હોસ્પિટલ અને મેડીકલ સ્ટોર છે. ગુજરાતમાં યુનિવર્સિટી પણ તેના નામે છે.