સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં દિનદયાલજી ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી
દિનદયાળજી ઉપાધ્યાયની જન્મજયંતિ પ્રસંગે તેમને ભાવાંજલિ અર્પતા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વાઈસ ચેરમેન અને સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપના મીડીયા ઈન્ચાર્જ રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે પંડીત દીન દયાળજીના પ્રેરણાદાયી વિચારોમાં રાષ્ટ્ર અને સમાજને સમૃઘ્ધ અને મજબુત બનાવવાની શકિત છે તેઓ જન્મથી નહીં પણ કર્મથી મહાન હતા.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પંડિત દીનદયાળજીના વૈચારિક પથ પર ભારતીય જનતા પક્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અગ્રેસર છે. ભારતના યુવાનો પણ પંડિત દીનદયાળજીના વૈચારીક પથ પર અગ્રેસર બની તેમના વિચારોને વ્યવહારમાં લાવે તો દેશમાં સોનાનો સુરજ ઉગી શકે છે. પંડિત દિનદયાળજીના પ્રેરણાદાયી વિચારોમાં રાષ્ટ્ર અને સમાજને સમૃઘ્ધ તથા મજબુત બનાવવાની શકિત રહેલી છે. તેઓએ સામાજિક અને રાજકીય ક્ષેત્રે કરેલું ઋષિકાર્ય આજે પણ અનેકોનો પથ પ્રકાશિત કર્યા છે.આજે રાજકોટની પંડિત દીનદયાળજી ઉપાધ્યાય હોસ્પિટલના પ્રાંગણમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવ અને પંડિત દીનદયાળજી માનવ વિકાસ ફાઉન્ડેશન સંસ્થાના સભ્યોએ પુષ્પાંજલી અર્પી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો જગદીશભાઈ રુધાણી, ભાવેશભાઈ માધાણી, ભાસ્કરભાઈ ત્રિવેદી, સંજયભાઈ લોટીયા, અરવિંદભાઈ જોશી, તેજશ ગોરસીયા, કનકસિંહ બારડ, યજ્ઞેશ રધાણી, જયેશ નકુમ, ઉમેશ વખારીયા, અશોક મહેતા, જીજ્ઞેશ લોટીયા, કિરીટભાઈ ગોરસીયા, મનીષભાઈ શાક, તુષારભાઈ ધાબલીયા, નિતીનભાઈ મહેતા, કિશોરભાઈ ખાંટ, તનુજભાઈ કંટેસરીયા, રાકેશભાઈ તલાટી, પ્રદિપભાઈ માંડાણી, કિશોરભાઈ મોતીયાર, યજ્ઞેશ ગોરસીયા, મહેન્દ્રભાઈ મહેતા, પિયુષ મહેતા, ચેતનભાઈ લાટીયા, કેયુર શ્રીમાંકર, પ્રદિપભાઈ ધાબલીયા, જતીનભાઈ માધાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.