૧૦૨મી જન્મજયંતીએ મહાન રાષ્ટ્રવાદી નેતાને ભાવાંજલિ આપતા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવ.
મહાન રાષ્ટ્રવાદી ચિંતક, વિચારક, સંગઠક, શિક્ષણશાી, રાજનીતિજ્ઞ, વક્તા, લેખક, પત્રકાર, સાહિત્યકાર અને ભારતીય સંસ્કૃતિના પ્રખર પુરસ્કર્તા એવા પંડિતજી જન્મી નહીં પરંતુ, કર્મી મહાન બન્યા હતા
ભારતીય જનતા પક્ષના પૂર્વ અવતાર ભારતીય જનસંઘના પૂર્વ અધ્યક્ષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની ૧૦૨મી જન્મજયંતી નિમિતે ભાવાંજલિ અર્પણ કરતાં ભાજપ અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, મહાન રાષ્ટ્રવાદી ચિંતક, વિચારક, સંગઠક, શિક્ષણશાી, રાજનીતિજ્ઞ, વક્તા, લેખક, પત્રકાર, સાહિત્યકાર અને ભારતીય સંસ્કૃતિના પ્રખર પુરસ્કર્તા એવા પંડિતજી જન્મી નહીં પરંતુ, કર્મી મહાન બન્યા હતા.
તેમણે શ્રેષ્ઠ, શક્તિશાળી અને સંતુલિત રાષ્ટ્રની કલ્પના કરી હતી. વ્યક્તિગત સુખ-સુવિધાઓ તેમજ મહત્વાકાંક્ષાઓનો સર્વા ત્યાગ કરીને પોતાનું સંપૂર્ણ જીવન સમાજ અને રાષ્ટ્રને સમર્પિત કરનાર આ મહાન વ્યક્તિત્વના વિચારો આજે પણ કોઈપણ રાષ્ટ્રવાદી વ્યક્તિ અને સમાજ અને દેશ માટે અત્યંત પ્રસ્તુત છે. કેમકે, પંડિતજીને સામાન્યમાં સામાન્ય વ્યક્તિઓની વચ્ચે રહેવાનું ખુબ જ ગમતું હતું અને એટલે જ તેઓ દેશના સામાન્યજનની સમસ્યાઓ અને મુશ્કેલીઓને ઊંડાણપૂર્વક સમજી શક્યા હતા. તેઓ તેના જે ઉકેલ સૂચવતા હતા તેમાં રાષ્ટ્ર અને સમાજને સાચા ર્અમાં સમૃદ્ધ બનાવવાની શક્તિ હતી. આજના યુવાનો ઉપાધ્યાયજીના વિચારોને અપનાવશે તો દેશમાં સોનાનો સૂરજ ઊગશે.
એક નિવેદનમાં ધ્રુવે જણાવ્યું છે કે, આજે રાષ્ટ્ર માટે સતત ચિંતિત અને સેવારત રહેતા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન પર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના વિચારોએ ઊંડી અસર પાડેલી છે. પંડિતજી દૂરંદેશી સ્વપ્નદ્રષ્ટા હતા. પશ્ચિમના ઉપભોક્તાવાદ અને સામ્યવાદીઓના સમાજવાદના દુષ્પરિણામોને પંડિતજીએ સાત દાયકા પહેલાં જ પારખી લીધા હતા અને દેશવાસીઓને તેની સામે સાવધ રહેવાનો પ્રબળ સંદેશ આપ્યો હતો. દેશ સ્વતંત્ર યો ત્યારે દુનિયામાં શીતયુધ્ધનો દોર ચાલી રહ્યો હતો. એકતરફ પશ્ચિમનો ભોગવાદ હતો તો બીજીતરફ, માર્ક્સવાદી, લેનીનવાદી અને માઓવાદી સામ્યવાદ હતો. ઉપાધ્યાયજીએ આ બધા વાદ પર ગહન ચિંતન કર્યું.
એક રાષ્ટ્ર તરીકે ભારતનું હિત આ બેમાંથી કોઈપણ વાદમાં નહોતું તેનો અંદેશો તેમને આવી ગયો હતો. આજે આપણે જોઈ રહ્યા છીએ કે, પશ્ચિમના વ્યક્તિગત સુખ-સુવિધાલક્ષી ભોગવાદના કારણે ધરતીના પ્રાકૃતિક સંપતિ અને કુદરતી સ્ત્રોતોના બેહિસાબ, બેમર્યાદ ઉપભોગના પગલે પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ ભયમાં મૂકાઈ ગયું છે અને જ્યાંથી પાછા ફરવાનું લગભગ અસંભવ હોય એવી સ્તથીમાં માનવજાત પહોંચી ગઈ છે. ઉપભોક્તાવાદી માત્ર પ્રકૃતિને, જીવસૃષ્ટિને જ ભયંકર નુકસાન પહોંચ્યું છે એવું નથી દુનિયાભરમાં પારિવારિક અને સામાજિક વ્યવસ છિન્નભિન્ન ઇ ગઈ છે અને તેની વ્યાપક, ઘેરી અસર ભારતના સમાજજીવન પર પણ પડી છે.
બીજીતરફ, સામ્યવાદ તરફ નજર નાખીએ તો તેમાં વ્યક્તિ કે માનવીના સને માત્ર સત્તાને જ કેન્દ્રમાં રાખવામાં આવે છે. એવું માની લેવામાં આવે છે કે, માનવી પણ વ્યવસ માટેનું યંત્ર માત્ર છે. સત્તા જ સમાજને ખરી દિશામાં સંચાલિત કરતી રહેશે. આવા વાળી ભયંકર નુકસાન યાં છે. બચાવ કરનારા ગમે તેવા દાવા ભલે કરે પરંતુ, જે જે દેશોના લોકોએ દાયકાઓ સુધી જે માર્ક્સવાદી વ્યવસ ભોગવીને ફગાવી દીધી એ જ માર્ક્સવાદી વ્યવસ આજે ચીનમાં માત્ર રાજનીતિ અને સત્તા પર નિયંત્રણ અને એકાધિકાર માટે જ બચી છે. ર્આકિ ક્ષેત્રે ત્યાં પણ ઉપભોગવાદ પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે.
રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવ દર્શનની પ્રાસંગિકતા સદૈવ રહેશે. કેમકે, તે શાશ્વત વિચારો પર આધારિત છે. પંડિતજીએ સંપૂર્ણ જીવનનો રચનાત્મક દ્રષ્ટિી વિચાર કર્યો છે. તેમણે વિદેશી વિચારોને સાર્વલૌકિક માન્યા ની. ભારતીય સંસ્કૃતિમાં એકાંતમાં માનવ દર્શન છે. જેમાં વ્યક્તિી સમષ્ટિ સુધીની ભૂમિકા દર્શાવાઈ છે. રાષ્ટ્રનો પણ આત્મા હોય છે. સમાજ અને વ્યક્તિ વચ્ચે સંઘર્ષનો વિચાર અનુચિત છે. સરકાર જ બધું ની હોતી.
સરકાર જ રાષ્ટ્રની એકમાત્ર પ્રતિનિધિ ની હોતી. સરકાર સમાપ્ત યા પછી પણ રાષ્ટ્રનું અસ્તિત્વ રહે છે. ર્અવ્યવસ સદૈવ રાષ્ટ્રજીવનને અનુકૂળ હોવી જોઈએ. ઉત્પાદન સામગ્રી માટે બજાર શોધવું કે પેદા કરવું એ ર્અનીતિનું પ્રમુખ અંગ છે પરંતુ, કુદરતની મર્યાદા પણ ભૂલાવી જોઈએ નહીં. કમાનાર ખવડાવશે અને જે જન્મ લેશે તે ખાશે. ર્આત, ખોરાકનો અધિકાર જન્મસિદ્ધ છે. બાળકો, વૃધ્ધો, બીમાર અને વિકલાંગ બધાની ચિંતા સમાજે કરવી પડે છે. આ કર્તવ્ય નિભાવી શકાય એટલી ક્ષમતા પેદા કરવી એ જ ર્અ-વ્યવસનું કામ છે. તેમ પંડિતજી કહે છે.
પ્રાસંગિક નિવેદનના અંતમાં ધ્રુવે જણાવ્યું છે કે, આજે ભારતીય પ્રજા સદ્દનસીબ છે કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનાં વિચારો અને આદર્શો પર ચાલી રહેલા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશ પ્રગતિના પેં હરણફાળ ભરી રહ્યો છે. ધ્રુવે ભાજપના તમામ કાર્યકર્તાઓને પંડિતજીના જીવનકવન વિષે વધુને વધુ જાણવા સમજવા અને તેમણે ચિંધેલા રાહે રાષ્ટ્રસેવામાં સમર્પિત વાનો અનુરોધ કર્યો છે.