- જામનગર: પંચશીલ માધ્યમિક શાળાએ મિલકત વેરો નહીં ભરતા તંત્ર દ્વારા સીલ કરાઈ
- પંચશીલ માધ્યમિક શાળાએ મિલકત વેરો નહીં ભરતા તંત્ર દ્વારા સીલ કરાઈ
- મિલકતવેરાની વસૂલાત કરવા કડક કાર્યવાહી હાથ ધરાઈ
- નોટીસ આપવા છતાં મિલકત વેરો ન ભરાતા કરાઈ કાર્યવાહી
Jamngar News : જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી રહેતા મિલકત વેરાની વસૂલાત કરવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ દિ. પ્લોટ વિસ્તારમાં એક માધ્યમિક શાળાનો ટેકસ બાકી હતો. જેની ભરપાઈ નહીં કરાતા તંત્ર દ્વારા આજે શાળાને સીલ કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બાકી રોકાતો મિલકતવેરાની વસૂલાત કરવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે તાજેતરમાં શહેરમાં 60 ટકા જેટલા લોકોને નોટીસ પણ બજવવામાં આવી છે. ત્યારે ટેકસની વસૂલાત કરવા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે.
જે અંતર્ગત શહેરના દિ. પ્લોટ શેરી નંબર 49ના ખૂણે આવેલ પંચશીલ પ્રાથમિક અને માધ્યમિક શાળાનો છેલ્લા ઘણા સમયથી મિલકત વેરો બાકી હતો. જેને નોટીસ આપવા છતાં મિલકત વેરો ભરવામાં નહીં આવતા આજરોજ જામનગર મહાનગરપાલિકાના ટેકસ શાખાના અધિકારી જીજ્ઞેશ નર્મલિ અને તેમની ટીમ દ્વારા મિલકત વેરો વસૂલાતના ભાગરૂપે શાળાને સીલ કરી દેવામાં આવી છે.
અહેવાલ : સાગર સંઘાણી