બંને ટીમ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી: પંચશીલ સ્કૂલની ટીમ વિજેતા બની
પંચશીલ સ્કૂલ રાજકોટ તથા સેન્ટ માર્ગરેટ સ્કૂલ ડરહામ વચ્ચે ક્રિકેટ મેચનું જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો.પંચશીલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ડી.કે વાડોદરિયા,નોર્થ ઈસ્ટ ઇંગ્લેન્ડના ડેપ્યુટી લોર્ડ લેફ્ટનન્ટ મિસિસ વીણા સોની, સેન્ટ માર્ગરેટ સ્કૂલના ડેપ્યુટી હેડ ટીચર સહિતના સાથ શિક્ષકો,જિમખાના ક્લબના પ્રેસિડેન્ટ ડો.ડી.એચ દસ્તુર,સેક્રેટરી હરિશ્ચંદ્રસિંહ જાડેજા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.બંને ટીમ વચ્ચે કાંટે કી ટક્કર જેવો મેચ જામ્યો હતો.
પંચશીલ સ્કૂલની ટીમ વિજેતા બની હતી.બંને ટીમના ખેલાડીઓને સિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સમગ્ર જીમખાના ક્લબ ના સભ્યો દ્વારા પંચશીલ સ્કૂલ ને ખુબ સારો સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. આ આયોજનને સફળ બનાવવા પંચશીલ સ્કૂલના મેનેજર યોગીરાજસિંહ જાડેજા, એક્ઝિક્યુટિવ સાક્ષી વાડોદરિયા,એચઓડી ડોક્ટર મયુરસિંહ જાડેજા, ભાવનાબેન કડેચા,કોમલબેન જાદવાણી,નેહલબેન ત્રિવેદી, ડિમ્પલબેન ગોહેલ સહિતની કોર ટીમેં જહેમત ઉઠાવી હતી.
મેચથી વિદ્યાર્થીઓમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાનું બીજ રોપાયું છે:ડો. ડી.કે. વાડોદરિયા
પંચશીલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ડો. ડી.કે.વાડોદરિયાએ જણાવ્યું કે,જીમખાના કલબમાં વર્ષ 1978 બાદ આવો ઇન્ટરનેશનલ મેચ રમાડો છે.પંચશીલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને ઇંગ્લેન્ડની સેન્ટ માર્ગરેટ સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે ખૂબ જોરદાર મેચ જમ્યો હતો.બંને ટિમ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. આ મેચથી પેન્સિલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાનું બીજ રોપવામાં આવ્યું છે.પંચશીલ સ્કુલ નોર્થ ઇંગ્લેન્ડમાં ઇન્ડિયા અને રીપ્રેઝન્ટ કરે છે તેનો ગર્વ છે.
વિદ્યાર્થીઓ વચ્ચે કલ્ચર અને વિચારોનું આદાન-પ્રદાન થાય છે:મિસિસ વીણા સોની
નોર્થ ઈસ્ટ ઇંગ્લેન્ડના ડેપ્યુટી લોર્ડ લેફ્ટનન્ટ મિસિસ વીણા સોનીએ જાણવ્યું કે, ઇંગ્લેન્ડની સેન્ટમાર્ગેટ સ્કૂલના વિદ્યાર્થીઓને પંચશીલ સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી સાંસ્કૃતિક કલ્ચર અને વિચારોની આપ-લે થઈ રહી છે.
એના અંતર્ગત આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે.
બાળકોએ આપની ભાવી પેઢી છે ત્યારે તેમનામાં કલ્ચરના અદાન પ્રદાન ના બીજ અત્યારથી જ રોપવાના જરૂરી છે.બંને ટીમ દ્વારા ખૂબ સારું પ્રદર્શન ક્રિકેટ મેચમાં દેખાવામાં આવ્યું હતું.
પાર્ટનરશીપ પ્રોગ્રામથી બાળકોમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે:ક્લોમિ બ્લેક
ઇંગ્લેન્ડની સેન્ટ માર્ગરેટ સ્કૂલના ડેપ્યુટી હેડ ટીચર ક્લોમિ બ્લેકએ જણાવ્યું કે, બંને શાળા વચ્ચે પાર્ટનરશી પ્રોગ્રામ ચાલી રહ્યું છે જેમાં બાળકોનું ખૂબ સારી રીતે ડેવલોપિંગ થઈ રહ્યું છે જેના ભાગરૂપે આજે ક્રિકેટ મેચ યોજાયો હતો બંને ટીમને ખૂબ સારું પ્રદર્શન બતાવ્યું હતું બાળકો એકબીજાના વિચારો સાથે ડેવલોપ થઈ રહ્યા છે.