પંચમી મેલડી માતાજી ટ્રસ્ટ પાંજરાપોળ ગરબીના સ્થાપક સ્વ. ચુનીબાપા, સ્વ. મોતીબાપા દ્વારા 1રપ વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીમાં નાની-નાની બાળાઓ અંદાજે 300-400 દર વર્ષે રમે છે. છેલ્લા નોરતા સુધી બાળાઓનું નામ નોધવામાં આવે છે નાત-જાતના ભેદભાવ વગર એનું આયોજન મેલડી માતાજી મંદિર તથા લતાવાસીઓ કરે છે.
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલ નીતીનભાઇ રાજપૂતે જણાવ્યું હતું કે, દરરોજ લાણીમાં નાસ્તરુપે પાણીપુરી, ચેવડો, પેંડો, દુધ કોલ્ઠડ્રીકસ, આઇસ્ક્રીમ દાતાઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે. તેમજ શરદપુનમ બધી લાણી વિતરણ કરવામાં આવે છે.વધુ માહીતી માટે મો. નં. 97140 33541, 96878 33045 સંપર્ક કરવો.