યુનેસ્કો દ્વારા ઘોષિત કરાયેલી વર્લ્ડ હેરીટેજ સાઈટ ખાતે પર્યટકોનો ઘસારો
હાલ ગુજરાત વિશ્ર્વ સ્તરે પોતાનું નામ પ્રસ્થાપિત કરી રહ્યું છે. અનેકવિધ કાર્યો, અનેકવિધ ક્ષેત્રોમાં ગુજરાત અવ્વલ ક્રમે આવી રહ્યું છે. ત્યારે જયારે આપણે પર્યટનની જો વાત કરીએ તો પણ ગુજરાત અવ્વલ ક્રમે આવે છે. પર્યટકોમાં ગુજરાત મુખે હોય છે, ખુબ લાંબો સમય પર્યટકો ગુજરાતમાં વિતાવે છે. જેથી તેઓ ગુજરાતની સંસ્કૃતિ વિશે અને ગુજરાતની એવી અનેકવિધ વાતોથી વાકેફ થતા હોય છે. જેનો શ્રેય ગુજરાત રાજય સરકાર અને એમાં પણ ખાસ કરીને ગુજરાજતનું જે કેન્દ્રમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવા નરેન્દ્ર મોદીને જાય છે. નરેન્દ્રભાઈ મોદીએ જયારથી વાઈબ્રન્ટ ગુજરાત શ‚ કર્યું છે ત્યારથી ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં ક્રાંતિ સર્જાય છે.
વાઈબ્રન્ટ ગુજરાતથી ગુજરાત પર્યટન ક્ષેત્રે પણ ખુબ વધુ કમાણી કરી રહ્યું છે. ફિલ્મ સ્ટાર અમિતાબ બચ્ચન પણ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. ગુજરાત ટુરીઝમને પ્રોત્સાહિત કરવા બાબતે. જી હાં કહેવાય છે કે ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ એવી જ રીતે પંચમહાલનાં સ્થાનિકોનું કહેવું છે કે, ‘પંચમહાલ નહીં દેખા તો કુછ નહીં દેખા’ જી હા, હું વાત કરી રહ્યો છું પંચમહાલ જીલ્લાની. પંચમહાલ જીલ્લાની જયારે વાત આવે તો લોકમુખે માત્ર પાવાગઢનું જ નામ આવતું હોય છે.
પાવાગઢ તો ખરું જ પરંતુ એવી અનેકો જગ્યા પંચમહાલમાં છે, જેનાથી પર્યટકો ખુબ જ અજાણ છે. આ કારણોસર પંચમહાલ જીલ્લા કલેકટર અને ગુજરાત ટુરીઝમ દ્વારા પર્યટકોમાં પંચમહાલની વિશેષતા પ્રસ્થાય તે માટે ‘પંચ મહોત્સવન-૨૦૧૭’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુનેસ્કો દ્વારા ઘોષિત કરાયેલી વર્લ્ડ હેરીટેજ સાઈસ્સની પણ મુલાકાત કરાવવામાં આવે છે.
પર્યટકોને પંચમહોત્સવ-૨૦૧૭નાં ખાસ કવરેજ માટે અબતકની ટીમ આવી પહોંચી હતી.પાવાગઢ-ચાંપાનેર ખાતે જેમાં ટીમ દ્વારા એવી અનેક અદભુત અને અલૌકિક જગ્યા ખાતે પહોંચી મુલાકાત લઈ અનેકવિધ માહિતી પ્રાપ્ત કરી. આ પંચમહોત્સવના પ્રથમ અંકમાં આપણે પંચમહોત્સવ ખાતે આવેલું ટેન્ટ સીટી, યુનેસ્કો દ્વારા ઘોષિત કરાયેલા વર્લ્ડ સાઈડસ મોન્યુમેન્ટ માની જીમી મસ્જીદ તથા એક મિનાર વિશે જાણીશું.
ત્યારે સૌપ્રથમ વાત કરીએ ટેન્ટ સીટીની ટેન્ટ સીટી હાલોલ ગામથી ૭ કિ.મી દુર આવેલા વડાતલાવ ખાતે બનાવવામાં આવ્યું છે. ટેન્ટ સીટી ખાતે અનેકવિધ સુવિધાઓ તંત્ર દ્વારા રાખવામાં આવી છે. જેનાથી ટેન્ટમાં રોકાયેલા પર્યટકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે. પર્યટકોને આનંદીત કરવામાં કેમ્પ ફાયર સાઈટ, સાઈકલીંગ સહિત એસ્ટ્રોલોજરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જમવા માટે પણ ઉતમ સુવિધા લોકોને આપવામાં આવી રહી છે. જેથી લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે એટલું કહી શકાય કે, પર્યટકો જો પંચમહોત્સવમાં આવતા હોય તો તેવોને રહેવાની અને જમવાની ઉતમ સુવિધાઓ મળી રહેશે, જેનું તંત્રએ ખુબ જ બારીકાઈથી ધ્યાને લીધી છે.
પહેલા જ આપણે વાત કરી કે પંચમહાલ ખાતે અનેકવિધ મોન્યુમેન્ટ પાવાગઢ અને ચાંપાનેર ખાતે છે. જેની લોકમુખે અત્યાર સુધી કોઈ ચર્ચા નહોતી કરાઈ, જેને પ્રોત્સાહિત કરવા તંત્ર ખુબ જ સજ્જ થયું છે. હવે આપણે વાત કરીશું અનેકવિધ મોન્યુમેન્ટની જેમાં સૌપ્રથમ વાત કરીશું જામી મસ્જીદની.
જામી મસ્જીદ મોગલકાળની સૌથી જુનામાં જુની મસ્જીદ છે. ચંપાનેરનું નામકરણ થયું તેનું મુખ્ય કારણ એ હતું કે, ચંપા નામક પુષ્પોથી સુસજ્જ હતું ગામ ત્યારે પાવાગઢનું નામ એટલે પાવાગઢ રખાયું કારણકે તે પાભાગના ગઢ છે અને હજારો વર્ષ પહેલા લાવા ફાટી નિકળ્યો હતો. જેથી લાવામાંથી અધિકૃત પહાડ નિકળ્યો હતો અને એના ઉપર શકિતપીઠ છે. આપણે સૌ જાણીએ છીએ કે પર શકિતપીઠો માનું એક શકિતપીઠ છે. ૮મી સદીથી ૧૪મી સદી સુધી હિન્દુ રાજાઓનું શાસન હતું. જેમાં પાવાગઢ અને ચાંપાનેરને ૧૪મી સદીમાં વિકસિત કરાયું હતું. ત્યારબાદ મોગલ સમ્રાટનું વર્ચસ્વ રહ્યું. મોહમદ બેગડો નામના શાસકએ તેમનું શાસન પ્રસ્થાપિત કર્યું હતું. બેગડો નામ એટલે પાડવામાં આવ્યું કારણકે તેઓએ બે ગઢ જીત્યા હતા. એક જુનાગઢ અને બીજો પાવાગઢ તે સમયે તેઓએ ગુજરાતનું કેપીટલ ચાંપાનેરને બનાવવામાં આવ્યું હતું. જામી મસ્જીદ ચાંપાનેરની સૌથી જુની મસ્જીદ માનવામાં આવે છે.
૨૦૦૪માં એ.પી.જે. અબ્દુલ કલામે પણ મુલાકાત લીધી હતી. ત્યારથી જામી મસ્જીદને વર્લ્ડ હેરીટેજ સાઈટમાં રખાવામાં આવી સ્થાન અપાયું હતું. આ મોન્યુમેન્ટને બનાવતા પુરા ૨૫ વર્ષ લાગ્યા હતા. આ ઈન્ડો ઈસ્લામિક આર્કિટેકચર પઘ્ધતિથી બજાવવામાં આવ્યું છે. બહારથી જો જામી મસ્જીદને જોઈએ તો મસ્જીદ લાગશે અંદરથી જોઈએ તો મંદિર લાગશે અને સાવ અંદર જાઈએ તો જૈન મંદિર જેવું લાગશે. જામી મસ્જીદનો શુક્રવારે નમાઝ અદા કરવા માટે વપરાશ થતો હતો. બીજી વિશેષતા જામી મસ્જીદની એ પણ છે કે તેનું મુખ એટલે મકા શરીફ તરફનું છે. જામી મસ્જીદની કોતરણી, બે મીનાર સહિત અનેકવિધ વસ્તુઓ જોવા જેવી છે. સેન્ડ સ્ટોન પથ્થરથી મસ્જીદનું નિર્માણ કરવામાં આવ્યું છે. હથોરીથી કોતરણી કરવામાં આવી છે. જે સૌથી જુની પઘ્ધતિ છે.
મસ્જીદ જેટલી પણ કોતરણી છે તે સાવ અલગ છે. કોતરણીમાં હિન્દુ શાસ્ત્રો પ્રમાણે જે તોરણ હોય છે તે આકૃતિને ચરિતાર્થ કરી મસ્જીદમાં કોતરણી કરવામાં આવી છે. પત્રશાખા, ફુલો છે જેને ઈન્ડો ઈસ્લામીક આર્કિટેકચર તરીકે પણ ઓળખવામાં આવે છે. ૫૧થી પણ વધુ બારી મસ્જીદમાં છે. દરેક બારીની કોતરણી એક બીજાથી જુદી પણ છે. જામી મસ્જીદનું નિર્માણ કિ લોકીંગથી કરવામાં આવ્યું છે. મકાનમાં સિમેન્ટ અને કોન્ક્રેટનો યુઝ કરવામાં આવે છે. જયારે મસ્જીદમાં દરેક પાર્ટને કિ-લોકીંગથી જોડવામાં આવે છે. એ સમયનું બાંધકામ પણ અલગ છે. મસ્જીદના જે બ્રેકેટ છે તે પણ વિશેષ છે. મસ્જીદના મુખ્ય દ્વારને સોપાન માર્ક તરીકે ઓળખવામાં આવે છે. જેને તે સમયમાં શાહી એન્ટરંસ તરીકે ઓળખવામાં આવતો હતો.
મસ્જીદમાં ત્રણ એન્ટ્રી છે અને જે મિનારતો છે તે પણ ખુબ જ ઉંચી છે. પહેલાના સમયમાં માઈક્રો ફોન નહોતા જેથી આઝાન પૂકારવા માટે આ બન્ને મીનારતોનો ઉપયોગ કરવામાં આવતો હતો. એ બન્ને મીનારતોમાં પણ ઈન્ડો-ઈસ્લામિક આર્કિટેકચરની જલક જોવા મળે છે. મસ્જીદને બનાવવા વારા કારીગરો, હિન્દુ, મુસ્લિમ અને જૈન સમાજના હતા. એ સમયે મીનારનો ઉપયોગ ઈકો સિસ્ટમ તરીકે પણ કરવામાં આવ્યો હતો. આપણા સમાજની જે ધરોહર છે અને તેને જે સાચવી રાખી છે તેનું મુખ્ય કારણ પુરાતન કાળ છે અને તે સમયે બનેલી મોન્યુમેન્ટ છે. ૬૦૦ વર્ષ જુની મસ્જીદને પણ આ સમયમાં કાંઈ જ નથી થયું ત્યારે અત્યારમાં મકાનની વાત કરીએ તો બહુ-બહુ તો ૫૦ વર્ષ સુધી ટકી રહેતું હોય છે. જયારે આ મસ્જીદ આ સમયમાં પણ અડિખમ ઉભેલી છે.
જામી મસ્જીદમાં કુલ ૨૪૨ પિલરો છે. લોકવાહિકા એવી પણ છે કે, આ પીલરની જો ગણતરી કરવામાં આવે તો ગણાતા પણ નથી. કાઈને કાંઈ ભુલ નીકળેછે. કોતરણની કરી મસ્જીદના ડોમને કાર્વિંગ કરવામાં આવ્યું છે. પીલોરના બધા જ ભાગો અલગ છે અને તે કિ-લોકીંગ મારફતે ભેગા કરવામાં આવ્યા છે. પીલોરમાં માત્ર ચુનાની પોલીસ જ કરવામાં આવી હતી. જામી મસ્જીદમાં કલ્પવૃક્ષ જેવી એક કોતરણી કરવામાં આવી છે.
જૈન આર્કિટેકટમાં કલ્પવૃક્ષની વિશેષતા ખુબ જ વધુ છે. કોઈપણ જૈન મંદિરમાં કલ્પવૃક્ષનું મહત્વ હોય જ છે. કલ્પવૃક્ષમાં ૧ હજારથી પણ વધુ કોતરણીવાળા કારણ છે. જામી મસ્જીદનો જે મેરાક છે તે આરસ પથ્થરનો છે અને તે મકકા તરફનો છે. આ મસ્જીદમાં મહિલાઓ માટે પણ અલગ વ્યવસ્થા રાખવામાં આવી હતી.
જેને બેગમ ખાના તરીકે ઓળખવામાં આવતું હતું. જામી મસ્જીદ ખાતે એક અલગ જ વજૂ કુંડ બનાવવામાં આવ્યું હતું જયાં મુસ્લિમ સમાજનાં લોકો શરીરને સ્વચ્છ કરી ખુદાની બંદગી કરવા મસ્જીદમાં જતા હતા. વજુ કુંડની ઉંડાણ ૨૦ ફુટની છે. જેને સ્ટેપવેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં પાણી ઓછુ થાય તો નવા પગથિયા પણ આવે છે.
તો આ હતી એવી અનેક અજાણી વાતો જેનાથી પર્યટકો અજાણ હોય છે. હવે જે બીજા મોન્યુમેન્ટ છે તે વિશે આપણે બીજા અંકમા માહિતી મેળવશું.