પંચમહાલ SOG પોલીસ ને ચોક્કસ બાતમી મળી હતીકે શહેરા તાલુકા ના વાઘજીપુર ગામના રાઠવા ફળિયામાં રહેતા પ્રતાપ નાનસિંગ બારીયાનામનો ઈસમ પોતાના કબ્જા હેઠળ ખેતરમાં મકાઈના ઉભા પાક વચ્ચે ગાંજા ના છોડ નું વાવેતા કરે છે જે ચોક્કસ બાતમી ના આધારે SOG ની ટીમે મોડી રાત્રે રેડ કરી હતી રેડ દરમિયાન ખેતરમાંથી 435 કિલો ગ્રામ ગાંજાના છોડ મળી આવ્યા હતા.
SOG એ ઝડપાયેલા વ્યક્તિ ની પૂછ પરછ કરતા ગાંજાના બીજ આજ ગામમાં રહેતા એહમદ યુસુફ પીંજારા નામના વ્યકતિ પાસે થી લાવ્યો હતો અને અને તૈયાર કરેલ ગાંજાના છોડ ફરી એજ વ્યકતિ ને વેચાણ આપતો હોવાની કબૂલાત કરી હતી.SOG એ હાલ 43 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો કબ્જે કરી ઝડપાયેલા ખેડૂત સામે NDPS એકટ મુજબ નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે સાથે એહમદ યુસુફ નામના આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે