- NEET પરીક્ષા ચોરી કૌભાંડમાં વધુ એકની ધરપકડ
- જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ પુરૂષોત્તમ શર્માની ધરપકડ
ગુજરાત ન્યૂઝ : પંચમહાલ NEET પરીક્ષા ચોરી કૌભાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. ગોધરાની જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ પુરૂષોત્તમ શર્માની ધરપકડ કરવામાં આવી છે. NEETની પરીક્ષાના કેન્દ્રનો કો-ઓર્ડિનેટર પુરૂષોત્તમ શર્મા પણ હતો. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં પુરૂષોત્તમનું નામ ખૂલતા પોલીસે કાર્યવાહી કરી છે.
બે આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોરાની અટકાયત
LCB પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે આ બંને આરોપીઓ ગુજરાત છોડીને રાજસ્થાનના બાંસવાડા ખાતે છુપાયા છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાંસવાડા ખાતે જઈને બંને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસ દ્વારા તુષાર ભટ્ટ અને આરીફ વોરાની કાર સાથે અટકાયત કરવામાં આવી હતી. બંને આરોપીઓને પંચમહાલ જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે લાવીને સઘન પુછપરછ હાથ ધરવામાં આવી હતી.