- ગેરરીતિ આચરતા સરકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો સામે કડક કાર્યવાહી
- પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી
- જિલ્લાની 14 સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી રદ્દ કરવામાં આવ્યા
- 6 વ્યાજબી ભાવની દુકાનો 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી
પંચમહાલ જિલ્લામાં અનાજ વિતરણમાં ગેરરીતિ આચરતા સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામે પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 14 વ્યાજબી ભાવની દુકાનના પરવાના કાયમી રદ્દ કરવામાં આવ્યા છે. જ્યારે 6 વ્યાજબી ભાવની દુકાનો 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને 28.58 લાખ જેટલો દંડ કરવામાં આવ્યો છે.
પંચમહાલ જિલ્લામાં અનાજ વિતરણમાં ગેરરીતિ આચરતા સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામે પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગેરરીતિ આચરતા સરકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો સામે પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની 14 સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી રદ્દ કરવામાં આવ્યા જ્યારે 6 દુકાનના પરવાના 90 દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યાં હતા.
જેમાં તાજેતરમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ. ટી.મકવાણા અને પુરવઠા વિભાગ ની ટીમ દ્વારા સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિત તપાસ હાથ ધરવામાં આવી હતી પુરવઠા વિભાગની તપાસ દરમિયાન સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ સામે આવી હતી. જેમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 14 વ્યાજબી ભાવની દુકાનના પરવાના કાયમી રદ્દ કરવામાં આવ્યા છે જ્યારે 6 વ્યાજબી ભાવની દુકાનો 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને 28.58 લાખ જેટલો દંડ કરવામાં આવ્યો છે