પક્ષી અભ્યારણ્ય નળ સરોવરમાં વિદેશી પક્ષીઓનું આગમન
બોટીંગ અને પક્ષીઓનો નજારો જોવા સહેલાણીઓ ઉમટી પડયા
નળ સરોવર પક્ષી અભયારણ્ય ખાતે પક્ષીઓ નો નજારો જોવા માટે અને શિયાળાની ઠંડીમાં બોટિંગ મજા માણવા માટે તેમજ પ્રાકૃતિક પ્રેમીઓ નળ સરોવર ખાતે ડિસેમ્બર અને જાન્યુઆરી માસ દરમિયાન ઉમટી પડે છે
વિરમગામ તાલુકાના નળ સરોવર પક્ષી અભ્યારણ ખાતે સૌકા ઓથી દર વર્ષે હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળાની ઋતુમાં આવે છે અને શિયાળો પૂરો થતાં વતનમાં પાછા ચાલ્યા જાય છે યુરોપ,ઓસ્ટ્રેલિયા ની બર્ફીલી ઠંડી અને આફ્રિકા ખંડ ની ગરમી થી બચવા હજારો કિલોમીટર નો પ્રવાસ ખેડીને પક્ષીઓ નળ સરોવર ખાતે આવે છે જેમાં ગ્રેટર ફ્લેમિંગો,લેસર ફ્લેમિંગો,ગ્રેટ વ્હાઈટ પેલિકન,ગારગની,કોમનકુટ, કોમન ટીલ,પોર્ચાડ,કોરમોરન્ટ, બ્રાઉન એડટેગલ,બ્લેક એડટેગલ,મોરહેન,પલપલ મોરહેન,ગોડવીટ,બ્લેક વિન્ગ સ્ટીલ,ગ્રે લેક ગુચ,ક્રૈન,બાર હેડડગીજ,નોર્ધન પિન્ટલ,કોમન પોચાર્ડ,અપન બિલસ્ટોક વગેરે સેંકડો પક્ષીઓ વિશાળ નળ સરોવર માં ખોરાક અને અનુકૂળ વાતાવરણ મા રોકાય છે સરોવરના કિનારે ૧૫ જેટલા ગામો આવેલા છે
સરકાર દ્વારા નળ સરોવર વિસ્તાર પક્ષી અભ્યારણ જાહેર કરેલ છે રેન્જ ફોરેસ્ટ ઓફીસર ડી.આર.મકવાણાએ જણાવ્યું હતું કે આ વર્ષે વધુ વરસાદ પડતા બાર હજાર હેકટર કરતાં પણ વધુ વિસ્તારમાં પાણી ભરાયેલું છે તેમજ પક્ષીઓ નો શિકાર ન થાય તે માટે સતત પેટ્રોલિંગમાં રહીએ છીએ ગુજરાત સહિત દેશ-વિદેશના સહેલાણીઓ પક્ષી અભ્યારણ ની મુલાકાત લે પરંતુ પક્ષીઓને ખલેલ ન પહોંચાડે તે પણ અપીલ છે
સહેલાણીઓને દૂર સુધી બોટિંગ કરાવવા ૩૦૦ જેટલી હોડી છે. જેના એસોસિયેશનના પ્રમુખ હાસમભાઇ બેલીમ ને હોડી ના સંચાલન આ બાબતે પૂછતાં જણાવેલ કે ૧૦-૧૦ હોડીના ૩૦ ગ્રુપ બનાવેલ છે અને વ્યક્તિદીઠ ૨ કલાક નો ચાર્જ રૂપિયા ૩૦૦ લઈએ છીએ શાળા-કોલેજના પ્રવાસી વિદ્યાર્થીઓ માટે રૂપિયા ૫૦ નો ચાર્જ રાખેલ છે તેમજ ટાપુ ઉપર દેશી કાઠીયાવાડી ભોજન રૂપિયા ૧૫૦ મા ફુલથાળી મળે છે વર્ષોથી પક્ષી ગણતરી માં સાથે રહેતા અને સહેલાણીઓને માર્ગદર્શન આપતા હાસમભાઇ અલવાણી ગાઈડ તરીકે પક્ષીઓ અંગે ઘણી જાણકારી ધરાવે છે ષશજ્ઞ જણાવ્યું હતું કે ૧૨૦.૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં નળ સરોવર ફેલાયેલું છે જેમાં ૩૬૦ ટાપુ આવેલા છે ૨૫૦ વિવિધ પ્રજાતિના પક્ષીઓ આવે છે આ સરોવરમાં ૪૫ પ્રકારની માછલીઓ જોવા મળે છે ૭૨ પ્રકારની વનસ્પતિ આ સરોવરમાં ઉગે છે