સવારે ૯ વાગ્યાથી કુલ ૮ સ્થળોએ શરૂ થશે મતગણતરી
રાજકોટ જિલ્લા પંચાયત અને ૧૧ તાલુકા પંચાયતોની મતગણતરી માટે કયલ ૧૮૯ ટેબલો ગોઠવવામાં આવશે. ૮ જેટલા સ્થળોએ સવારે ૯ વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
રાજકોટ તાલુકાની મતગણતરી એસ.વી. વિરાણી હાઈસ્કૂલ ખાતે થશે. જ્યાં ૨ હોલમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ૧૦-૧૦ ટેબલ ગોઠવવામાં આવશે. અને એક પોસ્ટલ બેલેટ માટે ટેબલ ગોઠવવામાં આવશે. ગોંડલ તાલુકાની મતગણતરી સેન્ટ મેરિઝ સ્કૂલ ખાતે થશે. જ્યાં ૨હોલમાં જિલ્લા પંચાયત માટે ૭ ટેબલ અને તાલુકા પંચાયત માટે ૭ ટેબલ તથા પોસ્ટલ બેલેટ માટે ૨ મળી કુલ ૧૬ ટેબલ ગોઠવાશે.
જેતપુર તાલુકાની મત ગણતરી સેન્ટ ફ્રાન્સીસ હાઈસ્કૂલ ખાતે બે હોલમાં જિલ્લા પંચાયત માટે ૧૦ ટેબલ, તાલુકા પંચાયત માટે ૭ ટેબલ અને પોસ્ટલ બેલેટ માટે ૨ ટેબલ મળી ૧૯ ટેબલમાં થશે. ધોરાજી અને જામકંડોરણા તાલુકાની મત ગણતરી નવી ભગવતસિંહજી હાઈસ્કૂલ-ધોરાજી ખાતે ૫ હોલમાં જિલ્લા પંચાયતના ૧૦ ટેબલ અને તાલુકા પંચાયતના ૨૦ ટેબલ તથા પોસ્ટલ બેલેટના ૫ ટેબલ મળી ૩૫ ટેબલમાં થશે. ઉપલેટા તાલુકાની મત ગણતરી ટાવરવાળી તાલુકા શાળાના બે હોલમાં, જિલ્લા પંચાયતના ૭ ટેબલ, તાલુકા પંચાયતના ૫ ટેબલ અને પોસ્ટલના ૨ ટેબલ મળી ૧૪ ટેબલમાં થશે. જસદણ તાલુકાની મત ગણતરી મોડેલ સ્કૂલના ૩ હોલમાં જિલ્લા પંચાયતની ૧૦, તાલુકા પંચાયતના ૧૦ અને પોસ્ટલ બેલેટના ૪ ટેબલ મળી કુલ ૨૪ ટેબલમાં થશે. વિંછીયા તાલુકાની મત ગણતરી તાલુકા સેવા સદનના બે હોલમાં જિલ્લા પંચાયતની ૧૦, તાલુકા પંચાયતના ૧૦ અને પોસ્ટલ બેલેટના ૨ ટેબલ મળી કુલ ૨૨ ટેબલમાં થશે. લોધીકા, પડધરી અને કોટડા સાંગાણી તાલુકાની મત ગણતરી સરકારી વાણીજય કોલેજ-પડધરી ખાતે ચાર હોલમાં જિલ્લા પંચાયતના ૧૪, તાલુકા પંચાયતના ૨૦ અને પોસ્ટલ બેલેટના ૪ ટેબલ મળી કુલ ૩૮ ટેબલમાં થશે.
આમ વિવિધ મત ગણતરી સેન્ટરોમાં રર હોલમાં ગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા પંચાયતોની બેઠકો માટે ૭૮ ટેબલો ગોઠવાશે જ્યારે તાલુકા પંચાયતની બેઠકો માટે ૮૯ ટેબલો ગોઠવવામાં આવશે અને પોસ્ટલ બેલેટ માટે રર ટેબલ ગોઠવવામાં આવશે આમ કુલ ૧૮૯ ટેબલમાં જિલ્લા પંચાયત અને ૧૧ તાલુકા પંચાયતની મતગણતરી હાથ ધરવામાં આવશે.