‘ભલગામડા’ ગામના લોકો સર્વાનુમતે સરપંચ, ઉપસરપંચ અને સભ્યોની કરે છે વરણી
મંત્રી કિરીટસિંહ રાણાનું વતન ‘ભલગામડા’માં પેવર બ્લોકથી મઢેલા રસ્તાઓ, શેરીઓમાં સ્ટ્રીટ લાઇટ, પાકી ગટર વ્યવસ્થા, કોમ્યુ. હોલ, લાયબ્રેરી, પ્રા. અને માઘ્યમિક સ્કુલ, આરોગ્ય કેન્દ્ર, સ્પોર્ટસ કોચીંગ સેન્ટર જેવા વિકાસ કામય અન્ય માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ
અબતક
અજયસિંહ ઝાલા, લીંબડી
લીંબડી નેશનલ હાઈવે થી બે કિલોમીટર દુર આવેલા ભલગામડા ગામે આઝાદીથી આજ સુધી ગ્રામ પંચાયતની ચુંટણી થઈ જ નથી. વર્ષોથી ભલગામડા ગામના લોકો સંપ અને સહકાર થી ગ્રામ પંચાયત સમરસ જાહેર કરી રાજ્યની સાથે વિકાસની હરણફાળ ભરે છે. દર પાંચ વર્ષે પંચાયત ની ચુંટણી આવે એટલે ગામના તમામ જ્ઞાતિજનો સાથે રાખી આગેવાનો ની બેઠક યોજાય છે અને સરપંચ ઉપ સરપંચ અને વોર્ડના સભ્યો ની સર્વાનુમતે વરણી નો ઠરાવ પસાર કરવામાં આવે છે અને એજ રીતે આ વર્ષે પણ ભલગામડા ગામની ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવાની પરંપરા જાળવી રાખી છે.
લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ કૃષ્ણસિંહ રાણા ની ઉપસ્થિતિમાં ગ્રામજનો ની બેઠક યોજાઇ હતી જેમાં સરપંચ તરીકે નિવૃત્ત શિક્ષક સુખદેવસિંહ રાણા તથા ઉપ સરપંચ તરીકે શિવશિકત સ્પોર્ટસ એકેડેમી ના કોચ અને નિવૃત્ત પીઆઇ શક્તિસિંહ ઝાલા ની અને ગ્રામ પંચાયતના સભ્યો ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.આ પ્રસંગે નિરૂભા કેશરીસિંહ તથા જિલ્લા પંચાયત ના પૂર્વ ચેરમેન ભગિરથસિંહ રાણા, લીંબડી તાલુકા કોંગ્રેસ આગેવાન અને લીંબડી માર્કેટ યાર્ડ ના ડિરેક્ટર લખધીરસિંહ નરપતસિંહ ઝાલા, નયનસિંહ ઝાલા, સંજયભાઈ અમદાવાદીયા, સહકારી મંડળી ના પરબતસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભલગામડા ગામે ભારત દેશ ને આઝાદ થયું ત્યાર થી અત્યાર સુધી ભલગામડા ગામમાં એકપણ વખત ગ્રામ પંચાયત ની ચુંટણી યોજાઇ નથી. ભલગામડા ગામના લોકો સર્વાનુમતે લોકો ની સરપંચ ઉપ સરપંચ અને પંચાયત ના સભ્યો ની વરણી કરી ભલગામડા ગામમાં નવી વિકાસ ની કેડી કંડારી છે. તેમ કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું વધુમાં ભલગામડા ગામ એજ્યુકેશન ક્ષેત્રે વધુ હજુ વધુ પ્રગતિ કરશે. જયારે સરપંચ સુખદેવસિંહ રાણાએ કહ્યું હતું કે નવી સમરસ ભલગામડા ગ્રામ પંચાયત બની છે ભલગામડા ગામમાં પાયાગત સુવિધા તો ઘણી સારી છે. ગામના વિકાસ ની સાથોસાથ, શૈક્ષણિક ક્ષેત્રે ભલગામડા ના યુવાનો વધુ ઉચાઇ સર કરે એવા પ્રયત્નો કરી ગામને વધુ વેગવંતુ બનાવવું છે. ઉપસરપંચ શકિતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, યુવાનો ને સરકારી નોકરી મળે એ માટે રમત ગમત ક્ષેત્રે પ્રાધાન્ય આપીશું. તે માટે અલગ સુવિધા ઉપલબ્ધ કરાવીશુ અને દરેક યુવાન રમત ગમત ક્ષેત્રે વધુ પ્રગતિ કરે એ માટે વ્યવસ્થા કરવામાં આવશે.
ભાઇચારાની ભાવના સાથે વિકાસ કામોની વણઝાર
ભલગામડા ગામમાં ક્ષત્રિય, ઉપરાંત પાટિદાર, કોળી પટેલ, દલિત સમાજ અને માલધારી પશુપાલકો ની વસ્તી ધરાવેછે. ભલગામડા ના ગ્રામજનો મોટા ભાગે ખેતીવાડી અને પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને ગામમાં ભાજપ કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો ના આગેવાનો અને કાર્યકરો છે પણ જ્યારે ગામના વિકાસ ની વાત આવે ત્યારે તમામ ગ્રામજનો ભાઈચારાની ભાવના સાથે વિકાસની કેડી કંડારે છે. ભલગામડા ગામે ઘેર ઘેર પીવાના પાણીની વ્યવસ્થા, રોજીંદા ઘર વપરાશના પાણી નિકાલની વ્યવસ્થા તમામ રસ્તાઓ પાકા અને પેવરબ્લોક થી બનેલા તમામ શેરીઓમાં સ્ટ્રીટ લાઈટ અને પાકી ગટર વ્યવસ્થા, કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરી, પ્રાથમિક અને સરકારી માધ્યમિક હાઇસ્કૂલ, આરોગ્ય સબ સેન્ટર, સ્પોર્ટસ કોચિંગ સેન્ટર.