ઉપલેટામાં ગઈકાલે કોઈ વિધ્ન સંતોષીએ ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયા સામે રેતી ચોરો સામે કેમ ચૂપ ભાદર ૨ ડેમના પાણી પ્રશ્ર્ને કેમ ચેટીંગ કરી લીધું સહિતના લખાણો લખતા તેની સામે તાલુકા પંચાયતના પ્રમુખ ડાંગરે આકરી પ્રતિક્રિયા આપી છે.
ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગરે જણાવેલ કે ગઈકાલે ઉપલેટામાં જનતા બાગ સામે આવેલ જૈન વાડીની દિવાલમા કોઈ વિઘ્નસંતોષી માણસોએ ઉપલેટાના બાહોશ અને જાગૃત ધારાસભ્ય લલીતભાઈ વસોયાની વિરૂધ્ધમાં પોસ્ટરમાં લખેલ કે મે રેતી ચોરી કરનારા સામે સેટીંગ કરી લીધું છે. હવે હું મૌન રહીશ તેમજ ભાદરના પાણી પ્રશ્ર્ને મેં ગોઠવી લીધું છે. હવે હું ખેડુતોના જ પ્રશ્ર્નો બોલીશ આવા પોસ્ટર લગાવેલ ત્યારે આવાતખળીખોળો અને વિઘ્નસંતોષી લોકોને મારે કહેવું છે કે તમને ખબર નહી હોય પણ સરકારી ચોપડે અને વિધાનસભાના રેકર્ડમાં પહેલા જોઈ લ્યો ધારાસભ્ય લલીત વસોયા જયારથી ધારાસભ્ય બન્યા ત્યારથી ભૂમાફીયાઓ સામે ૨૪ જેટલી ફરિયાદો ધારાસભ્યે પોતે નામ જોગ વિવિધ ખાતામાં તેમજ વિધાનસભામાં કરેલ છે.
ગત વર્ષે કરોડો રૂપીયાની રેતી ચોરી પકડી પાડી છે. અને સરકારી રેકર્ડ મુજબ ૨૨થી વધુ વખત ચેકીંગ કરાવી સંખ્યાબંધ વાહનો ડિટેઈન કરાવેલ છે. આજદિન સુધી ધોરાજી ઉપલેટા વિસ્તારના ભૂ માફીયાઓ સામે ભાજપના આગેવાનો ચૂપ બેઠા હતા. ત્યારે ધારાસભ્ય લલીતભાઈ વસોયા ચૂટાયા ત્યારે આ વિસ્તારમાં ખનન ચોરીનું પ્રમાણ બેફામ હતુ આને કારણે ખેડુતો પોતાનો પાક પણ લઈ શકતા નહોતા ખેડુતોને કરોડો રૂપીયાની નુકશાની ભોગવવી પડતી હતી. આવા અનેક ગેરકાયદેસર કરનારા લોકો સામે ધારાસભ્યએ અવાજ ઉઠાવતા સરકારી તંત્ર અને ગેરકાયદેસર ધંધા કરતા લોકોને મોટો ફટકો પડેલને આ વિસ્તારની જનતા સારી રીતે જાણે છે. ત્યારે પોસ્ટર લગાડનારા વિઘ્ન સંતોષી લોકોને મારે કહેવું છે કે ભાદર ૨ ડેમનું પાણી છેક કુતિયાણા સુધી કોને પહોચાડયું અને બાકી રહેતા ખેડુતો ત્રણ વષૅ થયા પાક વિમો નહોતો મળેલ તેને કોને અપાવ્યો છે.
ધારાસભ્યની આક્રમક રજૂઅતને કારણે ૨૦ કરોડ રૂપીયાથી વધુ રોડ રસ્તા આજે તાલુકામાં બનેલા છે. તેઓ પોતાના પગાર પણ ગરીબ માણસો માટે મેડીકલ મ્પ કરી વાપરે છે. ત્યારે આવા કામ કરતા ધારાસભ્યના મનોબળને તોડવા આવા વિઘ્નસંતોષી લોકો ઉપલેટા ધોરાજીના વિકાસ રુંધવા કોઈના હાથા બની કામ કરી રહ્યા છે. ત્યારે આવા લોકો પોતાનો ભૂતકાળ પહેલા જોઈ લ્યે પછી કોક સામે આંગણી ચિંધવાનો પ્રયાસ કરવો જોઈએ.
ધારાસભ્ય લલીત વસોયા શું કહે છે
આ અંગે ધારાસભ્ય લલીત વસોયાને પૂછતા તેઓએ જણાવેલ કે ગઈકાલે મને વાત મળેલ આ પોસ્ટર બાબતે મે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે. તેની તપાસ પોલીસ કરી રહી છે. જે લોકોએ આવું કૃત્ય કર્યું હશે તેનઓની સામે પોલીસ આકરી કાર્યવાહી કરે તેવી મારી માંગણી છે.