જે.કે. વેલનેસ ફાઉન્ડેશન આયોજીત પંચામૃત સેવાયજ્ઞમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ
જે.કે. ગ્રુપ દ્વારા જે.કે. વેલનેસ ફાઉન્ડેશન આયોજીત લોઠડા ગામ ખાતે ભવ્યાતિભવ્ય પંચામૃત સેવાયજ્ઞ યોજાયો હતો. આ પંચામૃત સેવાયજ્ઞમાં મહા રકતદાન કેમ્પ, વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ, રોફિસનેશન કેમ્પ, એન-95 માસ્ક વિતરણ, ચકલીના માળાઓ, ચણના કુંડાઓ, પાણીના કુંડા, મેડીકલને લગતા સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે આ સેવાયજ્ઞનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલાના હસ્તે થયેલ હતું. આ તકે કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા ખાસ ઉ5સ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને મુંજકાના પ.પૂ. પરમાત્માનંદ સરસ્વતિજી, બીએપીએસ મંદિર કાલાવડ રોડ, રાજકોટના અપૂર્વમુની સ્વામી ભવનાથ આશ્રમ, ભાવસરાના મહંત પ.પૂ. વશિષ્ટનાથજીબાપુએ આર્શીવાદ પાઠવેલ હતા.
આ તકે કેન્દ્રીય મંત્રી પુરુષોતમભાઇ રૂપાલાએ જણાવેલ કે, જે.કે. વેલનેસ ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ સેવાકાર્યો થશી પંચામૃત સેવા પણ યોજાયો છે. ત્યારે તંદુરસ્ત સમાજના નિર્માણ માટે પંચામૃત સેવા યજ્ઞ જેવા કાર્યક્રમોથી સામાજીક સમરસતાનું સ્થાપન થશે આ તકે કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાએ જણાવેલ કે, સેવાકાર્યો હંમેશા સમાજમાં સુહાસ ફેલાવે છે ત્યારે જે.કે. વેલનેસ ફાઉન્ડેશન દ્વારા પંચામૃત સેવા યજ્ઞ થકી સેવા, સહકાર અને પરીશ્રમના ભગિરથ કાર્યને મૂર્તિમંત કરાયું છે. ત્યારે આ કાર્યને બિરદાવેલ હતું.
આ તકે પરમાત્માનંદ સરસ્વતીજીએ આ સેવાકાર્યને બિરદાવતા જણાવેલ કે જે.કે. વેલનેસ ફાઉન્ડેશન દ્વારા પંચામૃત યજ્ઞ થકી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરી પ્રસશનીય કાર્ય કરવામાં આવેલ છે. આ તકે અપૂર્વમુીન સ્વામીજીએ જણાવેલ કે કોઇપણ વ્યકિત કે સમાજ દ્વારા સમાજ માટે કરવામાં આવેલ. સત્કાર્ય સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાનું શ્રેષ્ઠ માઘ્યમ છે ત્યારે પંચામૃત સેવા પણ દ્વારા સામુહિક શકિત અને સંધબઘ્ધતા દ્વારા સમાજના ઉત્થાન માટે શ્રેષ્ઠ કાર્ય થયું છે.