વિશાળ ફલક પર તેજસ્વી તારક સમાન ઝળહળતી પંચશીલ સ્કૂલના એ-૧ ગ્રેડ મેળવતા ૩ વિદ્યાર્થીઓ
સમગ્ર શિક્ષણ જગતમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી પંચશીલ શાળાએ સાબિત કર્યુ છે કે શાળામાં રમતા રમતાં પણ વિઘાર્થીઓ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી શકે છે.વાઘેલા મીહીર ૯૯.૮૬ પીઆર મેળવી પ્રથમ નંબર, સખીયા નેવીલ ૯૯.૮૨ પીઆર મેળવી બીજા નંબરે, પાનસુરીયા જય ૯૯.૭૯ પીઆર મેળવી એ-૧ ગ્રેડ મેળવેલ છે.
તેમજ શાળામાં ૭ વિઘાર્થીઓએ ૯૯ પીઆર થી વધુ મેળવ્યા છે. તેમજ ૧૪ વિઘાર્થીઓએ ૯૬ પીઆરથી વધુ મેળવ્યા છે. ૨૮ વિઘાર્થીઓએ ૯૦ પીઆર થી વધુ મેળવ્યા છે.આ ઉપરાંત શાળામાંથી સખીયા નેવીલે આંકડા શાસ્ત્ર અને એકાઉન્ટ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી બોર્ડમાં બન્ને વિષયમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
તેમજ સુરતમાં બનેલી દુર્ધટનાને કારણે સ્કુલમાં બધા વિઘાર્થીઓએ ર મીનીટ માટે મૌન પાડી શ્રઘ્ધાંજલી આપી હતી. સમગ્ર શાળાનું પરિણામ ૯૬.૪૦ પીઆર રહ્યું છે. આ પરીણામ બદલ શાળાના મેનેજીગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદરીયા, મેનેજર યોગીરાજસિંહ જાડેજા, કોમર્સ એડવાઇઝર ગોડલીયા તેમજ સર્વે શિક્ષક ગણે સર્વે વિઘાર્થીઓને અભિનંદન પાઠવેલા હતા.
આ તકે પંચશીલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદરીયાએ અબતકને જણાવ્યું હતું કે આજે ધો.૧ર કોમર્સનું પરિણામ આવ્યું છે. તે પહેલા સુરતમાં જે ધટના બની તેમાં જે વિઘાર્થીઓ મૃત્યુ પામ્યા તેમની આત્માની શાંતિ માટે ઇશ્ર્વરને પ્રાર્થના કરૂ છું. હદ્રયના ભાવ સાથે શ્રઘ્ધાંજલી પણ અર્પણ કરું છું. ૧ર કોમર્સનું પરિણામ આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાતમાં ૭૩.૩૭ ટકા એ સાથે રાજકોટનું પરિણામ ૭૯.૫૯ ટકા જેટલું પરિણામ આવ્યું છે. પંચશીલનું પરિણામ ૯૬.૪૦ ટકા પરિણામ આવ્યું છે. બાળકો બધા ઉત્સાહમાં છે ત્યારે દરેકને પરિણામ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.
આ તે વાઘેલા મીહીરે અબતકને જણાવ્યું હતું કે એચએસસી બોર્ડમાં મારે ૯૯.૮૬ પીઆર આવેલા છે. આ રીઝલ્ટથી મને ખુબ જ સંતોષ છે. મેં ખુબ જ મહેનત કરી હતી. મારી શાળાએ મને પૂરતો સપોર્ટ આપ્યો હતો. મારા માતા-પિતા તેમજ સગાવહાલા તરફથી મને ખુબ જ સહકાર મળ્યો છે. જેના કારણે હું આ સફળતા હાંસિલ કરી શકયો હું ખુબ જ સંતોષની લાગણી અનુભવું છું. મને બધા જ શિક્ષક ગણોએ ખુબ જ સાથ સહકાર આપ્યો છે. મારી બધી જ મુશ્કેલીઓ દુર કરી છે. તેના માટે હું તેમનો પણ આભારી છે.
આ તકે ચાર્મી ઘવાએ અબતકને જણાવ્યું હતું. કે મારે ૧ર કોમર્સમાં ૯૯.૪૭ પીઆર આવ્યા છે. હું આ રીઝલ્ટથી સંતુષ્ટ છું. મેં આખું વર્ષ મહેનત કરી તેનું આ ફળ છે. મારી સ્કુલની પણ આ મહેનત છે અને અમારી પણ છે. સ્કુલમાંથી અમને ૮ કલાક વાંચતી તેનું આ પરિણામ છે. ઘરેથી પણ મારા માતા-પિતાનો મને ખુબ જ સહકાર રહ્યો છે. જયારે પણ ગમે તે વસ્તુની મારે જરુર હોય તે બધું મને પુરતી પાડતા આગળ હું બી.એ. કરીને એ.બી.એ.કરવા માંગુ છુ અને મેનેજમેન્ટ ફિલ્ડમાં જવા માંગુ છું.