ર ઓગષ્ટથી ૩૦મી ઓગષ્ટ સુધી દરરોજ ૧પ૦ દંપતિઓ પક્ષમાં બેસવાનો લાભ મેળવશે
ઓખાના દરીયા કિનારે આવેલ વ્યોમાણી ધામ વિરમેશ્ર્વર મહાદેવ મંદીરે દર વર્ષની જેમ પવિત્ર શ્રાવણ માસ નીમીતે માણેક પરિવાર દ્વારા પાંચ કુંડી હોમાત્મક મહા અતિ રૂદ્ર યજ્ઞ કરવામાં આવે છે. જેનો શ્રાવણ માસના પહેલા દિવસથી પ્રારંભ કરવામાં આવશે. જેના મુખ્ય યજમાન શ્રી વિજયભાઇ માનણા માણેક રહેલ છે. આ યજ્ઞ ર૯ દિવસ એટલે કે તા.ર ઓગષ્ટથી તા. ૩૦ ઓગષ્ટ્ર સુધી ચાલશે. જેમાં એક દંપતિએ એક દિવસ યજ્ઞમાં બેસવાનું રહેશે. દરરોજ પાંચ કપલ પાંચ કુંડમાં બેસશે સવારે નવથી બાર અને બપોરે ત્રણથી છ સુધી બેસવાનું રહેશે. રોજ ચાર કપલો સાથે મુખ્ય યજમાન વિયજભાઇ માણેકે પાંચ કુંડની પુજા કરી પ્રથમ આહુતિ સાથે ઓમ સ્વાહાના મંત્ર કરતા આ હવનનો પ્રારંભ કરશે. જે શિવ ભકતોએ આ માહ રૂદ્રી યજ્ઞનો લાભ લેવા ઇચ્છા હોય તેઓએ પોતાનું નામ તથા તારીખ મેળવી લેવી.
વાચ્છુ ગામે ચંન્દ્રમોલેશ્ર્વર મહાદેવ મંદીરમાં પંચકુડી હવન સાથે દરરોજ શ્રાવણ માસની ચાર પોહર રાત્રી પુજા તથા આરતી રાખવામાં આવેલ છે. જેના મુખ્ય યજમાન સહદેવસિંહ પબુભા માણેક રહેશે. તથા ગોરીજા આવેલ ઓખેશ્ર્વર મહાદેવ મંદીરે પણ હવન અને શ્રાવણ માસની પુજા રાખવામાં આવેલ છે. તેના યજમાન નીલેશભાઇ પબુભા માણેક રહેશે. આમ આખ શિવ ભકત પબુભા માણેક પરિવારનું નિમંત્રણ છે.