તાલુકાના આહિર યુવા સંગઠનના નવા હોદેદારો નિમાયા

કોરોનાની મહામારીને ઘ્યાને રાખી લોકમેળો, રાસોત્સવ બંધ રાખવા સંગઠનની બેઠકમાં નિર્ણય લેવાયો

ભચાઉ તાલુકા આહિર સમાજ વાડીમાં  મધ્યે ભચાઉ તાલુકા યુવા સંગઠન દ્વારા મિટિંગ યોજાઈ હતી જેમાં વાર્ષિક હિસાબ આવક જાવક નું વાંચન અને હાલમાં આ વર્ષ  કોરાના  મહામારી પરીસ્થિતી ની ધ્યાનમાં લઈ ને જન્માષ્ટમી ઉત્સવ લોકમેળો રાસોત્સવ કાર્યકમ બંધ રાખવામાં નક્કી કરવામાં આવ્યું છે  સરકારશ્રી  ના ગાઈડ લાઈન મુજબ સાદગી રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવા બાબતે ચર્ચા વિચારણા કરાઇ હતી અને ભચાઉ તાલુકા આહિર યુવા સંગઠન ટીમની વરણી  કરવામાં આવી હતી

જેમા  પ્રમુખના અધ્યક્ષ સ્થાને ટીમના હોદેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં  ભચાઉ તાલુકા આહિર યુવા સંગઠન પ્રમુખ તરીકે પાચાભાઇ આહિર. અને ભચાઉ સમાજ યુવા અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં  ભચાઉ તાલુકા યુવા સંગઠન ના નવનિયુક્ત હોદેદારો ની વરણી કરવામાં આવી હતી.

જેમાં  ૪ ઉપ પ્રમુખ અને મંત્રી અને  સહ મંત્રી અને ખજાનચી. સહ ખજાનચીની  વરણી કરવામાં આવી હતી અને ભચાઉ તાલુકા યુવા  સંગઠન ટીમ ની કારોબારી ની સમિતીમાં  સદસ્યો ની નિમણુક કરવામાં આવી હતી

અને મિટિંગ માં ઉપસ્થિત  સર્વ  ભચાઉ તાલુકા આહિર સમાજ ના અગ્રણીઓની ઉપસ્થિતિ માં  નવનિયુક્ત હોદેદારો ની આહિર સમાજ ના  યુવા અગ્રણી ઓ આગેવાનો  દ્વારા  શુભેચ્છાઓ પાઠવી હતી

ભચાઉ તાલુકા આહિર યુવા સંગઠનના નવનિયુક્ત હોદેદારો

(૧) પાચાભાઇ પરબતભાઇ આહિર -પ્રમુખ  ગામ-ચોબારી

(૨) દિપકભાઈ ધનાભાઇ  છાંગા મંત્રી – ગામ લુણવા

(૩)જયેશભાઈ આહિર  ઉપ પ્રમુખ – ગામ-નેર

(૪) શંકરભાઈ પુના છાંગા  ઉપ-પ્રમુખ. ગામ- કરમરીયા

(૫) કાનજીભાઈ ભચુભાઇ છાંગા-ઉપ પ્રમુખ- ગામ- લુણવા

(૬)મહેશભાઈ બબાભાઈ સોનારા-ઉપપ્રમુખ ગામ-આંબલીયારા

(૭)ઉમેશભાઈ કરશનભાઈ ઢીલા ગામ-ચોબારી    સહ મંત્રી

(૮) ઈશ્વરભાઇ સવજીભાઈ ઢીલા   ખજાનચી- ગામ-ચોબારી

(૯) સવજીભાઈ રામજીભાઈ છાંગા -ગામ-કરમરીયા- સહ ખજાનચી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.