સ્માર્ટફોન નિર્માતા કંપની પેનાસોનિક 29 નવેમ્બરે એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની આ વર્ષના અંત સુધીમાં 20 ફોન લોન્ચ કરવા અંગે વિચાર કરી રહી છે.  સાથે જ 30 નવેમ્બરે શાઓમી પરણ એક સ્માર્ટફોન લોન્ચ કરશે. આ ફોનમાં કંપનીનું Arbo અસિસ્ટેંટ ઇંટીગ્રેટેડ છે. તેના ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 18:9 હશે. ઓ ફોન બેજલ-લેસ ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.

તેના રિઅર પેનલ પર હોમ બટનમાં  ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવશે. આ ફોનના એન્ડ્રોઇડ 7.0 નોગટ રક કામ કરશે તેવી શક્યતા છે. આ ઉપરાંત આ ફોન સાથે સંબંધિત કોઇ અન્ય જાણકારી મળી શકી નથી. અગાઉ કંપનીએ Eluga A4ને 12,490 રૂપિયામાં લોન્ચ કર્યો હતો.

સાથે જ શાઓમીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે કંપની 30 તારીખે ભારતીય બજારમાં નવો ફોન લોન્ચ કરશે. આ ફોનનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફોન રેડમી 5A  હશે.આ ફોન સૌથી પહેલાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેની કિંમત આશરે 6 હજાર રૂપિયા હશે. જો આ ફોન લોન્ચ કરવામાં આવશે તો તેમાં 5 ઇંચની ડિસ્પ્લે સાથે 425 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવે તેવી શક્યતા છે. તેમાં 2 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. તેમાં 13 મેગાપિકસલ રિયર કેમેરા અને 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.