પડધરી તાલુકામાં સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા પૂર્વ રાજકોટ જીલ્લા પ્રમુખ ડો.ડાયાભાઈ પટેલના વરદ હસ્તે પનામ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. જે અંતર્ગત ધારાસભ્ય લલિતભાઈ કગથરા, રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા તથા રાજકીય અને સામાજીક અગ્રણીઓની હાજરી આપી હતી. પનામ હોસ્પિટલમાં અદ્યતન સુવિધા આપવા તથા લોકોની સેવા કરવાની ભાવના માટે સંપૂર્ણ સુવિધા મળી રહે તે માટે જ ખાસ આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પડધરી તાલુકાના લોકોને રાજકોટ ઈમરજન્સી કેસમાં ૩૦ કિ.મી. દુર જવુ પડતું પરંતુ હવે પનામા હોસ્પિટલ બનતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. ડોકટરોએ અભિપ્રાય આપતા કહ્યું હતું કે, આ હોસ્પિટલમાં વતનમાં લોકોને સેવા કરવા અને ન્યુનતમ ચાર્જમાં સારી સુવિધા આપશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત