- 40 દિવસ કચ્છની ગૌમાતાઓને ઘાસચારો અર્પણ કરાયો: જૈન સોશ્યલ ગ્રુપ્સ ઇન્ટર ફેડના પનાહ પ્રોજેક્ટ અંતર્ગત દાતાઓના સહયોગથી એકસો પચાસ ટન ઘાસચારો ગોળ તેમજ ખોળ અર્પણ કરી ધન્યતા અનુભવાય
પનાહ પ્રોજેક્ટ ચેરમેન નિલેશભાઇ ભાલાણી દ્વારા જીવદયાનું ઉત્તમ ઉદાહરણ
જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટરનેશનલ ફેડરેશનનાં પનાહ પ્રોજેકટ અંતર્ગત રાજકોટનાં મોરબી રોડ ઉપર આવેલ રતનપર ગામે શ્રીરામ મંદિર સામે કચ્છમાં દુષ્કાળ જેવી પરિસ્થિતી સર્જાતા ત્યાંથી ગૌપાલકો તેમની આશરે 350 જેટલી ગાયો નિભાવવા રાજકોટ તરફ હીજરત કરીને અહીં આવેલ હતા. આ ગૌમાતાને જરૂરી ઘાસચારો તેમજ મેડીકલ સહાય પુરી પાડવાની સંપૂર્ણ જવાબદારી પ્રોજેકટ પનાહનાં ચેરમેન અને જીવદયા કાર્યમાં સદાય અગ્રેસર એવા અંબાઆશ્રીત પરિવારનાં નિલેશભાઈ ભાલાણી(ભીમભાઈ)એ ઉપાડેલ હતી.
રાજકોટથી 17 કીલોમીટર દુર આ કેમ્પમાં અમીષભાઈ દોશી અને ચિરાગભાઈ દોશી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કેમ્પનું ઉદ્ઘાટન વાઈસ પ્રેસીડન્ટ જેએસજીઆઈએફ – મનીષભાઈ દોશીનાં વરદ હસ્તે કરવામાં આવેલ હતું. ત્યારબાદ આ કેમ્પમાં રહેલ આશરે 350 થી વધારે ગૌમાતાને દાતાઓનાં સહયોગ થકી સતત 40 દિવસ સુધી ઘાસચારો તેમજ મેડીકલ સહાય પુરી પાડવામાં આવેલ હતી. ગત તા.28-5-2024 મંગળવારથી આ જીવદયાનાં ઉત્તમ કાર્યનો પ્રારંભ કરવામાં આવેલ. જેમાં સૌપ્રથમ હિજરત કરીને આવેલ ગૌમાતાને મેડીકલ ટ્રીટમેન્ટની તાતી જરૂર હોવાથી તેમને તબીબીની ટીમ દ્વારા સારવાર આપવામાં આવેલ. નિલેશભાઈ ભાલાણીને આ જીવદયાનાં કાર્યમાં રાજકોટ તેમજ આસપાસનાં વિસ્તારમાં દાતાઓ દ્વારા અપ્રતિમ સહકાર મળેલ. જેમાં અંબાઆશ્રિત પરિવારનાં – નિલેશભાઈ ભાલાણી, શ્રી પંચવટી શ્ર્વે.મુર્તિપૂજક જૈન સંઘ, ચિ.જીશા સમીપભાઈ કોઠારી, ભાવનાબેન હસમુખભાઈ શાહ પરિવાર, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, એક ગુરુભકત પરિવાર, એક જીવદયા પ્રેમી, માતુશ્રી કંચનબેન શાંતિલાલ દામાણી પરિવાર – મેહુલભાઈ દામાણી, શ્રીમતી પારૂલબેન ધીરેનકુમાર કિશોરભાઈ શેઠ : લંડન – રાજેનભાઈ દોશી, સાહિલ કામદારનાં જન્મ દિન નિમિતે – ચેતનભાઈ કામદાર, એક ગુરુભકત પરિવાર, પ્રશાંતભાઈ સંઘવી, રાજેનભાઈ દોશી, મેહુલભાઈ શાહ, વૈભવભાઇ સંઘવી, ભાવિનભાઈ ઉદાણી, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ સંગીની મીડટાઉન, નિરંજનાબેન કાંતિલાલ વસા તથા રાકેશભાઈ અનિલભાઈ ઉદાણી, રૂજુતા પાર્થ વાધરનાં જન્મ દિન નિમિતે બિનાબેન અનીષભાઈ વાધર, માતુશ્રી વસંતબેન હસમુખભાઈ વસા, અક્ષત હિરેનભાઈ પરીખ–સુરેન્દ્રનગર, પ્રશાંતભાઈ સંઘવી–ભાવિકભાઈ શાહ, જૈન ગોલ્ડન ગ્રુપ– યાજ્ઞિક રોડ, પરેશભાઈ એમ. કોઠારી જૈન સોશ્યલ ગ્રુપ મેઈન, ભુપેન્દ્રભાઈ અવલાણી – જૈન સોશ્યલ ગ્રુપ મેઈન, પ્રીતીબેન શાહ, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ યુવા, જીવદયા ગોલ્ડન ગ્રુપ, ઉમેશભાઈ આર. ગાઠાણી, શૈલેષભાઈ પી. કામદાર, હરેશભાઈ એન. દોશી, જૈન સોશ્યલ ગ્રુપ મેઇન, પોપટલાલ વી.આડેસરા–જીવદયા ગોલ્ડન ગ્રુપ, જગદીપભાઈ બી. શાહ – કિશોરભાઈ સી સંઘાણી – જૈન સોશ્યલ ગ્રુપ મેઈન, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ સેન્ટ્રલ, શ્રીમતિ નીલમબેન પ્રભુલાલ મેઘજીભાઈ શાહ એડનવાળા, સુનીલભાઈ શાહ – ઈકોનો કીંગ, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ સેન્ટ્રલ – પ્રાઈમ – પ્રાઈમ સંગીની, અર્હમ મંડળ – વર્ધમાનનગર, કાગદડીનાં એક જીવદયા પ્રેમી, ધીરજબેન પ્રવિણભાઈ ગણાત્રા હસ્તે પાર્થભાઈ ગણાત્રા–મીતાણા, માતુશ્રી દેવ્યાનીબેન દિનેશચંદ્ર શાહ તથા જીવદયા ગોલ્ડન ગ્રુપ વિરપર દ્વારા આર્થિક સહયોગ પુરો પાડવામાં આવેલ હતા. જેમનો પ્રોજેકટ પનાહનાં હોદેદારો હૃદયથી આભાર વ્યકત કરે છે. આ કાર્ય ખાલી કેમ્પ પુરતું જ સીમીત ન રહેતા કચ્છ ખાતે વરસાદ પડતા અને ગૌમાતાને અનુકુળ પરિસ્થિતી થતા ફરી ગોપાલકો પોતાની ગાયો સાથે કચ્છ તરફ પ્રયાણ કરતા નિલેશભાઈ ભાલાણી દ્વારા રાજકોટથી સુરજબારીનાં પુલ સુધીની આ બધી ગૌમાતા માટે ઘાસચારાની પણ ઉત્તમોત્તમ સગવડ પણ પુરી પાડેલ હતી. જે ખરેખર પ્રસંશનીય કામગીરી કરેલ હતી. જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટરનેશનલ ફેડરેશનનાં પનાહ પ્રોજેકટ નિલેશભાઈ ભાલાણી(ભીમભાઈ), વાઈસ પ્રેસીડન્ટ જેએસજીઆઈએફ – મનીષભાઈ દોશી, નિલેશભાઈ કામદાર (આઈ ડી – જેએસજીઆઈએફ), સેજલભાઈ કોઠારી (ચેરમેન–સૌરાષ્ટ્ર રીજીયન), ઉપેનભાઈ મોદી (ચેરમેન–આશ્રય કમીટી–જેએસજીઆઈએફ), જયેશભાઈ વસા (વાઈસ ચેરમેન–સૌરાષ્ટ્ર રીજીયન), રાજેશભાઈ મોદી (ઝોન કો–ઓર્ડીનેટર), મેહુલભાઈ દામાણી(ચેરમેન–રાસ ગરબા હરીફાઈ) આ જીવદયા કેમ્પને સફળ બનાવવા કાર્યરત બનેલ હતા. આ કેમ્પને બહોળો પ્રતિસાદ મળે તેવા શુભ આશયથી સોશ્યલ મીડીયા ક્ષેત્રે પ્રચાર–પ્રસાર રાજકોટની નામાંકિત કંપની રીઝલ્ટ એડ. પ્રા.લી દ્વારા જહેમત ઉઠાવેલ હતી.
કચ્છથી હિજરત કરી આવેલી 350 ગૌમાતાની સુસેવા કરવાનું મને પુણ્ય મળ્યું: નિલેશ ભાલાણી
‘અબતક’ સાથેની વાતચીતમાં નિલેશભાઇ ભાલાણી જણાવ્યું હતું કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં કચ્છથી હિજરત કરી આવેલ આશરે 350 ગૌમાતાને ઘાસચારો અને મેડીકલ સહાય દાતાશ્રી ઓના આર્થિક સહયોગથી સહાય પુરી પાડવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે મારા બહાર ગામ જવાનું હોય ત્યારે પ ઘરના બધા લોકોને મને જગાડે તો પણ મારે વહેલું ઉઠવું મુશ્કેલ બનતું હતું.
પરંતુ હું જયારે આ ગૌસેવામાં જોડાયો ત્યારેથી મારે ગૌમાતાને ઘાસચારો અર્પણ કરવાનો જવાનો હોય તો હું મારી જાતે સવારે 4 વાગ્યે ઉઠી જતો મને ખુદને એવો અહેસાસ થતો કે ગૌમાતા બોલાવતા હોય તેવી રીતે મારો બીજો અનુભવ હતો કે જયારે ઘાસચારા ના બે ગાડી આવી જતી ગાડીના ડ્રાઇવરને પૂછવામાં આવે તો કહેતા પૈસા આવી ગયા છે ત્યારે હકિકતમાં મારે માટે એક ચમત્કાર જ છે.