સતત ત્રીજા દિવસે આરોગ્ય શાખાનું પાનની દુકાનોમાં ચેકિંગ: ૨૭ આસામીઓને નોટિસ
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે સતત ત્રીજા દિવસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાનની દુકાનોમાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં આજે એક આશ્ર્ચર્યજનક ઘટના પ્રકાશમાં આવી છે.
મોટાભાગની પાનની દુકાનોના માલીકો એવું સમજે છે કે તેઓને ફૂડ લાયસન્સ લેવાની કોઈ આવશ્યકતા ની. આજે ચેકિંગ દરમિયા
ન મોટી માત્રામાં અખાદ્ય સામગ્રીના જથ્ાનો નાશ કરવામાં આવ્યો હતો અને ૨૭ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે સતત ત્રીજા દિવસે શહેરના અલગ અલગ વિસ્તાર જેવા કે ભક્તિનગર, મિલપરા, ઢેબર રોડ, નિલકંઠ નગર, નટરાજનગર અને યુનિ. રોડ અને પંચાયતનગર મેઈન રોડ સહિતના વિસ્તારમાં પાનની દુકાનોમાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં વાસી પાન મસાલા, તૈયાર રાખેલા પાન, હાઈઝેનીક કંડીશન તા સ્ટોરીજની ચકાસણી દરમિયાન ૨૭ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન ૬ કિલો વાસી ચેરી, ૨ કિલો મીકસ ગુલકંદ, ૧૫ કિલો મીઠાપાનનો મસાલો, ૧૨ કિલો તુટીપુટી, ૬ કિલો ગુલકંદ, ૯ કિલો કોપરું, ૧૨૨૫ નંગ ફ્રિઝકોલ્ડ મસાલા પાન, ૫ કિલો શંકાસ્પદ મીઠો મસાલો, ૨ કિલો કલર ટોપરુ, ૨.૫ કિલો મીઠી સોપારી અને ૨ કિલો ચોકલેટ પાનના જથ્ાનો નાશ કરવામાં આવ્યો હતો. ૫૫ લીટર એકસ્પાયર અને બેઝ નં.વગરના ઠંડા-પીણાના જથ્ાનો પણ નાશ કરાયો હતો.
જયારે ૧૮૦ કિલો પાનમાં વપરાતા ચુનાનો પણ નાશ કરવામાં આવ્યો હતો. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, દરેક પાન ધારક એવું સમજે છે કે, તેઓએ ફૂડ લાયસન્સ લેવાની કોઈ આવશ્યકતા ની પરંતુ આ વાત ખોટી છે. દરેક પાન શોપ ધારકને ફૂડ લાયસન્સ લેવું ફરજીયાત છે. આગામી દિવસોમાં પણ ચેકિંગ હા ધરવામાં આવશે.