કોરોનાની મહામારી વધુ વકરે નહીં તે માટે શહેરના રાજમાર્ગો પર થૂંકવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. છતાં પાનની પિચકારી રોડ પર મારવાની ટેવ બંધ ન કરનાર 164 લોકોને કોર્પોરેશન દ્વારા છેલ્લા 1 મહિનામાં દંડ ફટકારવામાં આવ્યો છે.
શહેરના અલગ અલગ રાજમાર્ગો પર સીસીટીવી કેમેરા મુકાયા છે જેમાં રોડ પર જો કોઈ વ્યક્તિ પાનની પિચકારી મારે કે, થૂંકે તો તેનો ફોટો પાડી ઘરે મેમો મોકલવામાં આવી રહ્યો છે.
જાહેરમાં થૂંકવાથી કોરોનાનું સંક્રમણ વધતું હોવાના કારણે છેલ્લા દોઢ વર્ષથી જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામુ અમલમાં છે ત્યારે છેલ્લા એક મહિનાથી વધુ સમયગાળામાં એટલે કે ગત 1લી જૂનથી 5 જુલાઈ સુધીના સમયગાળામાં 164 વ્યક્તિઓ પાસેથી જાહેરમાં થૂંકવા બદલ રૂા.250 લેખે 41,000નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.