26 મે 2022 થી આધારકાર્ડ અને પાનકાર્ડ ફરજિયાત લિંક-અપ: CBDT
ચાલુ નાણાકીય વર્ષમાં રોકડ જમા અને ઉપાડ રૂ. 20 લાખથી વધુ હોય અને બેંકમાં ચાલુ ખાતું અથવા કેશ ક્રેડિટ એકાઉન્ટ ખોલવાના કિસ્સામાં સરકારે પાન અથવા આધાર નંબરનો ઉલ્લેખ ફરજિયાત બનાવ્યો છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ તેના માટે 10 મે, 2022 ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યું છે, જેના નવા નિયમો 26 મે, 2022થી લાગુ થશે.
આમ નાણાકીય વ્યવહારો સરળ બનતા જાય છે પરંતુ સરકાર કોઈપણ જનતા સાથે ચેડા ના કરી જાય તે માટે અથવા સરકાર ને નાણાકીય નુકસાન ન થાય તે માટે 20 લાખથી વધારે રોકડ ઉપાડ અથવા રોકડ જમા કરાવવા પાન સાથે આધાર નંબર ફરજિયાત જોડવાનો રહેશે.