વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકલોનિક સરકયુલેશનની અસરના કારણે આજે પોરબંદર, કચ્છ, દ્વારકા, ડિસા સહિતના વિસ્તારોમાં માવઠાંની આગાહી

પાકિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અને સાયકલોનીક સર્યકયુલેશનના કારણે રાજયભરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. બે દિવસ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારે કચ્છના લખપત અને દયાપર સહિતના વિસ્તારોમાં વરસાદનું ઝાપટુ પડયું હતુ. માવઠાની આગાહીના કારણે ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

આજે સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં અચાનક વાતાવરણમાં પલ્ટોઆવી ગયો છે. સવારના સમયમાં ઠંડીનો ચમકારો પણ વર્તાયો હતો. સવારે કચ્છના લખપત અનેદયાપર આસપાસના વિસ્તારોમાં વરસાદનું એક ઝોરદાર પડી જતી રાજમાર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડીસ્ટબર્નસ સર્જાયુ છે. સાથોસાથા સાયકલોનીક સકયુલેશનની અસર પણ જોવા મળી રહી છે. જેનાકારણે વાતાવરણમાં ઓચિંતો પલ્ટો આવી ગયો છે. દ્વારકા, પોરબંદર,કચ્છ અને ડીસા સહિતના વિસ્તારોમાં આજે કસમોસમી વરસાદની આગાહી આપવામા આવી છે. કચ્છનાઅનેક વિસ્તારોમાં વાતાવરણ જોવા મળ્યું હતુ અચાનક માવઠુ પડતા અનેક વિસ્તારોમાં ખેતરોમાં ઉભા પાકને નુકશાન થવા પામ્યું છે.

4 banna for site

હાલ ચણા,જીરૂ, ઘઉં, ધાણા સહિતના પાકો તૈયાર થવાની અણી પર છે. ત્યારે કમોસમી વરસાદના પગલે ખેડુતોને ફરી એકવાર મોએ આવેલો કોળીયો ઝૂડવાઈ જવાની દહેશત વર્તાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ આજે અમુક વિસ્તારોમાં માવઠાની સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદનીસંભાવના છે. સાથોસાથા વાતાવરણમાં ઠંડક રહેશે.

અત્રે ઉલ્લેખનીય છેકે ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં અતિવૃષ્ટીના કારણે ખેડુતોએ પારાવાર નુકશાની વેઠવી પડી હતી. દિવાળી બાદ પણ બબ્બે વાવાઝોડા ત્રાટકતા નુકશાનીની કળ વળે તે પહેલા જ વધુ વિનાશ વેરાયો હતો હવેજયારે રવી પાક તૈયાર થવાની તૈયારીમાં છે. ત્યારે ફરી માવઠાની આગાહીથી ખેડુતોમાં ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યા પ્રમાણે આજે અને આવતીકાલે છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી આગાહીના પગલે ખેડુતો ચિંતાતૂર બની ગયા છે.

આજે સવારે રાજકોટમાં વાદળ છાયુ વાતાવારણ જોવા મલ્યું હતુ વહેલી સવારે ઠંડકનો અહેસાસ થતો હતો જોકે વાદળો પસાર થતાની સાથે જ વાતાવરણ કલીયર થઈ જવા પામ્યું હતુ.કચ્છમાં વાદળછાયા વાતાવરણમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.