ગુજરાત પર આછા વાદળોનું આવરણ: દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શકયતા: ૨૮ કે ૨૯ મીએ રાજયના સાર્વત્રીક વરસાદની સંભાવના
રાજકોટ
રાજકોટસહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. મેધાવી માહોલ જોવા મળી રહ્યો છે. જસદણમાં આજે સવારે વરસાદનું જોરદાર ઝાપટુ વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો મઘ્ય તથા દક્ષિણ ગુજરાતમાં સવારે ઝાપટા પડયા હતા જો કે હજી એકાદ સપ્તાહ રાજયમાં સાર્વત્રીજ વરસાદની કોઇ સંભાવના ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
હવામાન ખાતાના જણાવ્યાનુસાર હાલ નૈત્રઋનું ચોામાસુ પૂર્વ ભારતનાં રાજયમાં સક્રિય છે. ગુજરાત પર આછા વાદળોનું આવરણ રચાયું છે જેના કારણે વાતાવરણમાં પલટો નોંધાયો છે. આજે મઘ્ય ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. રાજયમાં આગામી ૨૮ અથવા ૨૯મી જુનના રોજ સાર્વત્રીજ વરસાદના યોગ રહેલા છે. પવનની ગતી સપોર્ટ ન કરતી હોવાના કારણે રાજયમાં ચોમાસુ સક્રિય થતું નથી આજે સવારે વડોદરા, પંચમહાલ, દાહોદ સહીતના જીલ્લાઓમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી થવા પામી છે. રાજકોટમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ હોવાના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. તો જસદણમાં સવારે જોરદાર ઝાપટુ વરસી ગયું હતું. અને રાજકોટનું લઘુતમ તપામાન ૨૮ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧૯ કી.મી. પ્રતિ કલાક રહ્યા પામી હતી.
જસદણ
જસદણમાં આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ થતાં રસ્તાઓ ભીંજાય એટલા ૧૦ મીનીટ છાંટા પડયા હતા. જો કે સવારથી જ વાતાવરણ વાદળછાયુ છે. અને સૂર્ય નારાયણએ દર્શન પણ મોડા કરાવ્યા હતા. ત્યારે કુદરત ખેડુતો અને દસ દિવસે પીવાનું પાણી મળે છે તે પ્રજાજનો પ્રાર્થના કરી રહ્યા છે. કે વરસાદ ઘોઘમાર વરસે આ લખાય છે ત્યારે પવન પણ સાવ મંદ ગતિમાં છે અને આત્મમાં વાદળો છવાયા છે ત્યારે વધુ વરસાદની શકયતાં છે.
ઉના
ઉના શહેરમાં આજે સવારે ૮.૩૦ થી ૯ વચ્ચે કાળા વાદળોથી આકાશ ઘેરાઇ ગયું હતું. પવન સાથે વરસાદનું જોરદાર ઝાપટુ ૧૫ મીનીટ સુધી વરસી ગયેલ હતું. રોડ ભીના થઇ ગયા હતા લોકો ઘોઘમાર વરસાદની આશા રાખી હતી પરંતુ નિરાશ થયા હતા થોડીવાર બાદ તડકો નીકળતા સખત બફારાને કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા.