ભારત પ્રતિ વર્ષ 8 થી 9 મિલિયન ટન પામ તેલની આયાત કરે છે !!!
સતત પામ તેલના ભાવ વધતા હોવાથી અન્ય એફએમસીજી ચીજ વસ્તુઓના ભાવ પર આપવામાં આવતું ડિસ્કાઉન્ટ માત્ર દિવાળી પુરતુજ અપાશે. એટલુંજ નહીં એફએમસીજી સાથે સંકળાયેલા ઉદ્યોગોનું માનવું છે કે, જો પામ તેલના ભાવ વધુ 22 ટકા જેટલા વધશે તો લોકોને અપાતું ડિસ્કાઉન્ટ માત્ર દિવાળી સુધીજ આપી શકાશે. ચાલુ વર્ષમાં વૈશ્વિક સ્થિતિ સાનુકૂળ બનતા પામ તેલનો ભાવ 50 ટકા સુધી નીચો આવી ગયો હતો. પરંતુ ફરી ભાવમાં વધારો જીકાતા અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં જે ડિસ્કાઉન્ટ મળતું હોઈ તેમાં પણ હવે ઘટાડો થશે.
બીજી તરફ રશિયા સાથે કરવામાં આવેલા બ્લેક સી ગ્રેન એક્સપોર્ટ કરારને રશિયા દવારા ખેંચી લેવાની ધમકીના પગલે ભાવ માં ઉછાળો જોવા મળ્યો છે. એટલુંજ નહીં મલેશિયામાં ભારે વરસાદના કારણે વિતરણ વ્યવસ્થા પણ ખોળવાઈ જતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ તમામ વાતને ધ્યાને લઇ એફએમસીજી ઉદ્યોગકારોએ જણાવ્યું કે જે ભાવ છે તે માત્ર દિવાળી સુધીજ રહેશે જો પામનો ભાવ નીચો નહીં આવે. પામ તેલના ભાવ વધતા હિન્દુસ્તાન યુનિલિવર, વિપરો ક્ધઝ્યુમર કેર, મેરિકો, ગોદરેજ ક્ધઝ્યુમર અને બ્રિટાનીયા સહિત અનેક કંપનીઓને ઘણી તકલીફો ઉભી થઇ છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો કંપનીઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડશે.
પામ તેલનો ઉપયોગ કરતી કંપનીઓએ જણાવ્યું કે રશિયા જો ગ્રેન એક્સપોર્ટ ઉપર રોક મુકશે તો હજુ પણ ચીજ વસ્તુઓના ભાવમાં 20 ટકાનો ઉછાળો જોવા મળશે. બીજી તરફ પામ ઓઇલ વધુને વધુ હોટલ અને રેસ્ટોરન્ટ માં ઉપયોગમાં લેવાતું હોય છે. બીજી તરફ રૂપિયા સામે ડોલર મજબૂત થતા આયાતી ખાદ્ય તેલના ભાવમાં વધારો નોંધાયો છે. ભારત કુલ 14.5 મિલિયન ટન તેલની આયાત કરી રહ્યું છે જે પૈકી 8 થી 9 મિલિયન ટન તેલ પામ છે. રશિયા દ્વારા અપાયેલી ધમકી બાદ આયાતી પામતેલ નો ભાવ પ્રતિટન 980 પહોંચ્યો છે જે ગત સપ્તાએ પ્રતિટન 800 ડોલર નોંધાયો હતો. ચાલુ વર્ષમાં સરકારે ક્રૂડ પામતેલ ઉપર જે ઈમ્પોર્ટ ટેક્સ લગાડવામાં આવ્યો હતો તેને નાબૂદ કર્યો હોવાનું સામે આવ્યું હતું જેથી સ્થાનિક ભાવ મજબૂત બની શકે પરંતુ નવી દિલ્હી ખાતે પામેલ ઉપર કે જે આયાતી હોય તેના પર પાંચ ટકા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલોપમેન્ટ સેસ આયાત ઉપર લગાડવામાં આવ્યો છે.