શું તમે જાણો છો કે આપણે રોજ કેટલીક વસ્તુઓ ખાઈએ છીએ તેમાં પામ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. હકીકત તો એ છે કે આપણું રોજિંદું જીવન તેના વિના ચાલી શકતું નથી. કોઈ પણ પ્રકારનું જંક ફૂડ હોય કે સ્ટ્રીટ ફૂડ અને આઈસ્ક્રીમમાં પણ આ તેલનો ઉપયોગ થાય છે. ભારત દેશમાં બનતી કેટલીક વાનગીઓમાં આ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ તેલ સ્વાસ્થ્ય માટે એટલું હાનિકારક છે કે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.
પામ તેલમાં ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. જે તમારા શરીરમાં હાર્ટ એટેકનું કારણ બની શકે છે. પામ તેલનો ઉપયોગ આપણા ઘરોમાં સીધો થતો ન હોવા છતાં, તે બજારોમાં ઉપલબ્ધ તમામ વનસ્પતિ તેલોમાં જોવા મળે છે. જાણ્યે-અજાણ્યે લોકો દરરોજ આ તેલનું સેવન કરતા હોય છે. જેના કારણે આપણાં સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ રહ્યું છે.
આજના સમયમાં પામ તેલનો ઉપયોગ ચિપ્સ, ચોકલેટ, પેસ્ટ્રી, કૂકીઝ, કેક, ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને આઈસ્ક્રીમમાં પણ થાય છે. તેને શરીરમાં પ્રવેશતા અટકાવવાનો બેસ્ટ ઉપાય એ છે કે આ ખાદ્ય પદાર્થોનું સેવન બંધ કરવું. પામ તેલથી ભરપૂર વસ્તુઓ ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. જેના કારણે તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર પણ બની શકો છો. તો ચાલો જાણીએ પામ તેલના સેવનથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.
પામ તેલના સેવનથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.
1. કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે
પામ તેલમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે. તેમાં લગભગ 50% ચરબી હોય છે. તમારા શરીરમાં ચરબી LDLકોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. જેને “ખરાબ” કોલેસ્ટ્રોલ કહેવાય છે. LDLકોલેસ્ટ્રોલ વધારે હોવાને કારણે ધમનીઓમાં પ્લાક બનવા લાગે છે. જેનાથી હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.
2. હૃદય માટે હાનિકારક
પામ તેલ સ્વાસ્થય માટે હાનિકારક છે. કારણ કે તેમાં ટ્રાઇગ્લિસરાઈડ્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આ ટ્રાઈગ્લિસરાઈડ્સ હૃદય માટે ખૂબ જ નુકશાનકારક હોય છે. જેના લીધે હૃદયની ધમનીઓમાં વધુ પડતી ચરબી જમા થવા લાગે છે. જે હાર્ટ બ્લોકેજનું કારણ બની શકે છે. જો શરીરમાં તેનું પ્રમાણ 400 થી વધી જાય તો હાર્ટ એટેકનો ખતરો રહે છે. તેમજ આ તેલનું સેવન કરવાથી શરીરમાં સોજો આવી જાય છે. જેના કારણે હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. ક્રોનિક સોજા રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં તમારે પામ તેલનું સેવન ટાળવું જરૂરી છે.
3. લીવરને નુકસાન થવાનું જોખમ રહે
પામ તેલના વધુ પડતા સેવનથી લીવરને નુકસાન થવાનું જોખમ પણ રહે છે. કારણ કે આ તેલ શરીરમાં ઝડપથી પચતું નથી. જેના લીધે શરીરમાં લીવરને જરૂરી કરતાં વધુ કામ કરવું પડે છે. તેથી તમારું લીવર ખરાબ થવાની શક્યતાઓ રહે છે.
4. વજનમાં વધારો થાય
પામ તેલથી બનેલી વસ્તુઓનું સેવન કરવાથી તમારા શરીરમાં વજન વધી શકે છે. તેમજ આ તેલનું સેવન કરવાથી અનેક બીમારીઓ જેમ કે હૃદય રોગ, ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીઓ પણ થઈ શકે છે.