પાલીતાણા તાલુકાનું કદમગીરી કે જ્યાં આવેલી શ્રી આપા સુરા-સાલા ની જગ્યામાં દેવઉઠી અગિયારસ ના પર્વે ઠાકોરજીના વિવાહ અને સદગુરુ કલ્યાણદાસ બાપુ ગૌશાળા નું ઉદઘાટન કથાકાર મોરારીબાપુ ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીની જાણ સાયલા ખાતેના સાંગુઈ ખાતે જવા રવાના થઇ હતી.જ્યાં ઠાકોરજીના માતા વૃંદા સાથે ભવ્ય લગ્ન યોજાશે.
કાઠીયાવાડ એટલે સંતો-સુરા અને દાતાઓ ની ભૂમિ,જેમાં પાલીતાણા તાલુકાના કદમગીરી કે જ્યાં સાલો સુરો-ઘાંગો વણવીર અને કલીમલી જેવાની મહાપુરુષોની ચેતન સમાધિ સ્થાનો આવેલા છે..આ જગ્યા કે જ્યાં ભજન-ભોજન-સાધુ સંતો અને ગૌમાતા ની સેવા ૭૦૦ વર્ષ કરતા પણ વધુ સમયથી કરવામાં આવી રહી છે.અને જે જગ્યા પર હાલ દુધરેજ મંદિરના સંતો સંત શ્રી મયારામજી ગુરુ શ્રી કનીરામદાસજી તેમજ જીણારામજી ગુરુ શ્રી કનીરામદાસજી સેવા કરી રહ્યા છે.
આ ભૂમિ પર આજે દેવઉઠી અગીયારસ ના પર્વે ઠાકોરજીના લગ્ન અને ત્યાં નિર્માણ પામેલી સદગુરુ કલ્યાણદાસ બાપુ ગૌશાળા નું ઉદઘાટન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કથાકાર મોરારીબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગૌશાળા નું ઉદઘાટન કર્યું હતું તેમજ આજે આ જગ્યા પરથી ઠાકોરજીની જાન સાયલા તાલુકાના સાંગુઈ ખાતે જવા રવાના થઇ હતી.આ પ્રસંગે દેહાણ જગ્યાના સંતો મહંતો, મહામંડલેશ્વરો,અને દાતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.