લોકડાઉન દરમિયાન જાણે-અજાણે ઘણા લોકો જાહેરનામાના ભંગનો શિકાર બન્યા છે, ત્યારે પાલીતાણા અદાલતે હુકમ હેઠળના તમામ લોકોને વિનામૂલ્યે પાલીતાણાના એડવોકેટ દ્વારા જાહેરનામા ભંગના કેસ વિનામૂલ્યે લડી આપવામાં આવશે.
લોકડાઉન દરમિયાન અનેક લોકો કોઈને કોઈ રીતે લોકોની સેવા કરી રહ્યા છે, ત્યારે પાલીતાણા ના વકીલ શૈલેષ શિયાળ દ્વારા અનોખી સેવા શરૂ કરી છે, હાલ વૈશ્વિક મહામારી કોરોના ને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવી છે ત્યારે લોકોને કારણ વગર ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આવા સંજોગોમાં ઘણા લોકો જાણે-અજાણે લોક ડાઉન દરમિયાન જાહેરનામા ના ભંગ નો શિકાર બન્યા હોય છે. આવા સંજોગોમાં હાલ લોકોને બે ટાઈમ જમવાના પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે લોકડાઉન કેસ લડવા માટે વકીલોને ફી ચૂકવવી પણ બની જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે પાલીતાણાના એડવોકેટ શૈલેષ શિયાળ દ્વારા આવા તમામ જરૂરીયાત મંદને પાલીતાણા અદાલત હુકમ હેઠળ આવતા કેસો વિનામૂલ્યે આપવામાં આવશે.