પાલીતાણા નજીક આવેલ સેવડીવદર ગામના આર્મીમેન અર્જુનસિંહ ગોહિલ આજે આર્મીની નોકરી પૂર્ણ કરી વતન આવતા ગ્રામજનો દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આર્મીમેન ૨૦૦૩ થી ૨૦૨૦ ઓગસ્ટ સુધી સર્વિસ કરી જેમાં જમ્મુ કાશ્મીરમાં કુપવાડા સેકટર કારગિલ અને પુરુષ રાજોરી જેવા આતંકવાદી જગ્યાઓમાં સર્વિસ કરી તે ઉપરાંત દે સિક્કિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ સર્વે કરી ચુક્યા છે ત્યારે નિવૃત થતા આજે પોતાના વતન સેવડીવદર આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં જવાનના હસ્તે લાઈબ્રેરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧૦૦૦ રૂપિયાનો ચેક જવાન દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો સાથોસાથ ગ્રામજનોને જવાન દ્વારા માસ્ક તેમજ સેનેટાઇઝર પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને જવાન દ્વારા ગ્રામજનોને કોરોના મહામારીમાં સતર્ક રહેવા જણાવ્યું જતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.