- યાત્રિકોની ફરીયાદના નિરાકરણ માટે 24 X 7 કાર્યરત
જૈન યાત્રિકો માટે ખુશીના સમાચાર એ છે કે રવિવારે તારીખ 9.2 2025 ના રોજ શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન અને અમદાવાદના સમગ્ર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા શ્રી વર્ધમાન પરિવાર અને તેની સખી સંસ્થાઓ ના પારિવારિક મિલન માં “યાત્રા મિત્ર” નામે શેત્રુંજય ગિરિરાજ ની યાત્રા દરમ્યાન ડોળીનો ઉપયોગ કરતા ભાવિકો ની ઓન લાઈન ડોળી ફરિયાદ નિવારણ ( ગ્રેયવન્સીસ રિડ્રેસલ) સ્કીમ નું ઉદ્ઘાટન થયું. મુંબઈ જૈન સંઘ સંગઠન ના ક્ધવીનર નીતિનભાઈ વોરા અને અમદાવાદ ના સમગ્ર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘના સેક્રેટરી બીગેનભાઈ શાહ દ્વારા તાળીનો ગડગડાટ અને હર્ષોલ્લાસ વચ્ચે આ શુભારંભ તારીખ 23-2- 2025 માં આવ્યું.
જૈનો નો આત્મા એટલે શેત્રુંજય ગિરિરાજ એવું બેધડક કહી શકાય. જૈન શાસ્ત્રો કહે છે જે શેત્રુંજય ગિરિરાજ ની જીવનમાં એક વાર પણ યાત્રા ન કરે તેનું મનુષ્ય ભવ નિષ્ફળ ગયું. અને યાત્રા કરનાર ભવાંતર માં મોક્ષ ગતિને અવશ્ય પ્રાપ્ત કરે છે એવું નિશ્ચિત મનાય છે.
આ યાત્રા એટલે લગભગ 2200 મીટરની હાઈટ ઉપર 3500 પગથિયાં ચડી લગભગ 900 જેટલા દેરાસરો જ્યાં આવેલા છે તે શેત્રુંજય પર્વતનાના શિખરે આવેલા ગઢ ઉપર પહોંચવું. આ યાત્રા આસ્થાળુઓ પગે ચાલીને કરે છે પણ જેની શારીરિક શક્તિ ન પહોંચે કે મોટી ઉંમરના વડીલો હોય તેઓ શત્રુંજયની તળેટીથી ડોળી ભાડે કરી તે ડોળી મારફતે યાત્રા સંપન્ન કરે છે. ડોળી દ્વારા યાત્રા કરનાર યાત્રિક પાલીતાણા જવાનું નક્કી કરે કે ડોળી અંગેની ચીંતા સતાવવા લાગે. ડોળી વાળા કેવા હશે, બરાબર યાત્રા કરાવશે કે નહિ. રસ્તામાં ડોળી ઉપરથી ઉતરી ચાલવાનું દબાણ કરશે તો ? ભાવ નક્કી કરી પાછળથી વધુ પૈસા માંગશે તો વિગેરે વિગેરે ટેન્શન રહે. મુંબઈ જૈન સંઘ સંગઠન ના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બરે જણાવ્યું કે મુંબઈના અને અમદાવાદના બે મહાસંઘો દ્વારા એક મુખ્ય ડોળી યુનિયન સાથે નિયમોના પાલનના કરાર કરાયા તે તો જ સફળ થાય જો યાત્રિકોને એનો પુરેપુરો ફાયદો મળે અને યાત્રિકોની યાત્રા નિર્વિઘ્ન બને અને સાથે સાથે ડોળી ઉંચકરનારને પણ પોતાની જવબદારીનો સતત અહેસાસ થાય. યાત્રિકોને સંતોષ અને શાતા આપનાર ડોળી વાળાની યોગ્ય કદર પણ થઇ શકે અને તેવા નિષ્ઠાવાનને પણ તેનો લાભ મળી શકે. તદઉપરાંત શેત્રુંજય ગિરિરાજની યાત્રા દરમ્યાન આશાતના નિવારણના કાર્યોમાં પણ ઉપયોગી બની શકે એ ઉદ્દેશ માત્રથી આ એક વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર વ્યવસ્થા બહુ જ ટૂંક સમયમાં કાર્યરત થઇ જશે. પારિવારિક મિલનમાં પધારનાર પ્રત્યેકે આ કાર્ય ની અનુમોદના કરતા જણાવ્યું હતું કે આ વ્યવસ્થા ને દેશ પરદેશ ના જૈનો તરફ થી બહોળો પ્રતિસાદ મળશે.