જેતપુરના બે સહિત નવ શખ્સની ધરપકડ, તેલના ડબ્બા, તુવેરદાળ, વાહન અને રોકડ મળી રૂ. 13 લાખનો મુદામાલ કબ્જે
ભાવનગર અને પાલીતાણા ખાતેના સરકારી ગોડાઉનમાં રૂ.13 લાખની મતા ચોરી જવાના ગુનાનો ક્રાઈમ બ્રાંચે ભેદ ઉકેલી તસ્કર ટોળકીના નવ શખ્સોની ધરપકડ કરી રોકડા, વાહન, મોબાઈલ તેલના ડબ્બા અને તુવેરદાળ મળી રૂ.13 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ પાલીતાણા ખાતે હવા મહેલ રોડ ઉપર કોર્ટની પાછળ સરકારી અનાજના ગોડાઉનમાંથી કપાસીયા તેલના ડબ્બા અને તુવેરદાળ મળી રૂ.10 લાખના મત્તાની ચોરીનો ભેદ ઉકેલવી એલ.સી.બી.ના સ્ટાફ દ્વારા વિવિધ દિશામાં ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ આદર્યો છે.
પેટ્રોલીંગ દરમિયાન જેતપૂર સરકારી અનાજના ગોડાઉનમાં કામ કરતો મુળ મધ્યપ્રદેશનો સીકંદર ગુલા ઓરડી નામના શખ્સની સંડોવણી હોવાની મળેલી બાતમીનાં આધારે સીકંદર ઓરડીને ઉઠાવી આકરી પુછપરછ કરતા તપાસમાં ભાંગી પડતા તેણે આકાશ રામગોપાલ કટોરીયા, વિકાસ કટોરીયા, સચીન હીરાલાલ સૈનીક, સુબેદાર સુલતાન સીંગ સીસોદીયા રામવહન મટરલાલ રાઠોડ, ફિરોઝ વાહીદ બાલાપઠીયા, અબ્દુલ વલી ખફીફી અને રવિ ભુપત જીજુવાડીયાની ધરપકડ કરી તેલના ડબ્બા, તુવેરદાળ, માલવાહક વાહન આઠ મોબાઈલ અને રોકહા મળી રૂ.13 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.ઝડપાયેલા ગેંગે ભાવનગરના કુંભારવાડા અને પાલીતાણાના સરકારી ગોડાઉનમાં હાથ ફેરો કર્યાની કબુલાત આપતા વધુ તપાસ હાથ ધરી છે.