યાર્ડના સત્તાધીશોની વઘ્યસ્થીથી મામલો થાળે પડ્યો
ભાવનગર જિલ્લાના પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં લીંબુ લઈને આવેલા ખેડૂતો દ્વારા પૂરતા ભાવ ન મળતા હોવાના રાવ સાથે માર્કેટિંગ યાર્ડ ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો જોકે માર્કેટીંગ યાર્ડના સંચાલકો દ્વારા તેમને સમજાવી સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો જ્યારે બીજી બાજુ વેપારીઓ પૂરતો ભાવના મળતો હોવાનું રટણ કરી રહ્યા છે.
પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો મસમોટા ખર્ચ કરી અને પકવેલા લીંબુ જ્યારે માર્કેટિંગ યાર્ડમાં લઈને આવે છે ત્યારે તેઓને ખબર પણ ના નીકળે તેવા ભાવો મળતા હોવાની રાવ સાથે ખેડૂતોએ હોબાળો મચાવી દીધો હતો ખેડૂતો ને ફરિયાદ હતી કે તેમને લીંબુના પ્રતિ કિલો એક થી બાર રૂપિયા જ ભાવે છે જે તેમને ક્યારે પણ પોસાય નહીં આવા સંજોગોમાં વેપારીઓ દ્વારા તેમને પોષણક્ષમ ભાવ મળે તે માટે સંચાલકોને રજૂઆત કરી હતી.
જોકે આ બાબતે વેપારીઓ જણાવી રહ્યા છે કે હાલ હજુ લોકડાઉનની પરિસ્થિતિ હોય હરિયાણા પંજાબ જેવા રાજ્યોમાં ગુજરાત માંથી લીંબુ જતા હોય છે પરંતુ ત્યાં હજુ લેવાલી ન હોવાના કારણે તેઓને પણ પૂરતા ભાવ મળતા નથી હરિયાણામાં ૪૨૫ રૂપિયા ૨૫ કિલો લીંબુ જાય છે અને જેમાં સો રૂપિયા ત્યાં પહોંચાડવા નો ખર્ચ થઈ જાય છે, આવા સંજોગોમાં તેઓને પણ પુરા ભાવ ના મળતા હોય તેઓ ખેડૂતોને પણ જવાબ આપી શકતા નથી જ્યારેઉપર લેવલે ભાવમાં સુધારો થશે ત્યારે જ ખેડૂતોને સારા ભાવ મળી શકશે.
જો કે ખેડૂતોના હોબાળો ને લઈને યાર્ડના સંચાલકો દ્વારા ખેડૂતો અને વેપારીઓને વચ્ચે મધ્યસ્થી બની ખેડૂતોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.