મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપરાંત અંજલીબેન રૂપાણી તથા સુનીલભાઇ ઓઝા રહ્યા ઉ૫સ્થિત

જૈન શાસનના ૨૫૦૦ વર્ષના સમયગાળામાં ખુબ ઓછા લોકોએ જે કઠીન તપ ની આરાધના કરી છે એવા “ગુણરત્ન સંવત્સર મહાતપ” અંતર્ગત ૪૮૦ દિવસના ઉપવાસ પાલીતાણા ખાતે પૂ.સાધ્વી મહારાજ શ્રી સર્વેશ્વરીયશાશ્રીજી મ.સા.ની દ્વારા કરવામાં આવ્યા છે. આ ઉગ્ર તપના પારણા,અનુમોદના અને બહુમાન માટે અમર સ્વરૂપ પરિવાર દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ખાસ હાજર રહ્યા હતા.

જૈનોના પવિત્રધામ એવા પાલીતાણા ખાતે પૂ.સા. શ્રી સર્વેશ્વરીયશાશ્રીજી મ.સા.ની  દ્વારા અતિ કઠીન ગણી શકાય અને જૈન શાસનના ૨૫૦૦ વર્ષના ઇતિહાસમાં ખુબ ઓછા લોકો તપ કરી શક્યા છે એવા “ગુણરત્ન સંવત્સર મહાતપ”  ની તપશ્ચર્યા અંતર્ગત ૪૮૦દિવસ ના ઉપવાસની આરાધના કરવામાં આવી હતી. આ ઉગ્ર તપના પારણા,અનુમોદના અને બહુમાન માટે મૂળ બગસરાના અને હાલ નાગપુર ખાતે રહેતા અમર સ્વરૂપ પરિવાર દ્વારા ભવ્યપારણા ,અનુમોદના અને બહુમાનના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

DSC 0045આ કાર્યક્રમમાં ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના પત્ની અંજલિબેન તેમજ સુનિલ ઓઝા અને સ્થાનિક ધારાસભ્યો સહિતના લોકો જોડાયા હતા. મુખ્યમંત્રી દ્વારા મ.સા.વિજયરાજસુરીશ્વર નું બહુમાન કરવા માં આવ્યું હતું. તેમજ અમર સ્વરૂપ પરિવાર દ્વારા મ.સા.વિજયરાજસુરીશ્વર  તેમજ પૂ.સા. શ્રી સર્વેશ્વરીયશાશ્રીજી મ.સા. નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

તેમજ ૪૮૦ દિવસ ના ઉપવાસ કરનાર સર્વેશ્વરીયશાશ્રીજી ને તપશ્વિની નું બિરુદ આપ્યું હતું. ૪૮૦ દિવસની ઉગ્ર તપશ્ચર્યા ને લઈને અમર સ્વરૂપ પરિવાર દ્વારા રૂ.૪૮ કરોડ રૂ. સમાજના ઉત્કર્ષ, ધર્મ કલ્યાણ માટે વાપરવાની જાહેરાત કરી હતી. તેમજ જે બિલ્ડીંગ માં આ કાર્યક્રમ યોજાયો હતો તે બિલ્ડીંગ ને વીજળી માટે સોલાર પ્લાન્ટ પણ અમર સ્વરૂપ પરિવાર દ્વારા મુખ્યમંત્રી ના હસ્તે અર્પણ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.