મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની સામાન્ય મધ્યસત્ર અને પેટાચૂંટણી માટે રવિવારે મતદાન: પાંચમીએ પરીણામ
રાજ્યની મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણી, મધ્યસત્ર ચૂંટણી અને સામાન્ય ચૂંટણી માટે આગામી રવિવારે મતદાન યોજાશે. આવતીકાલે સાંજે 6 કલાકે પ્રચારના ભુંગળા શાંત થઈ જશે. પ્રચારના અંતિમ દિવસોમાં મેઘરાજાએ પડાવ કરતા પ્રચાર-પ્રસાર પર થોડી અસર થવા પામી છે. અંતિમ કલાકોમાં મતદારોને રિઝવવા ઉમેદવારો તનતોડ મહેનત કરશે. આવતીકાલે કતલની રાત હશે. રવિવારે મતદાન બાદ મંગળવારે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, અમદાવાદ મહાનગરપાલિકાની બે બેઠકો અને જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક માટેની પેટાચૂંટણી, બનાસકાંઠાના થરા નગરપાલિકાની અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી, વડનગર, મહેસાણા, ભચાઉ, વલસાડ, ઉમરગામ, ગણદેવી, બિલીમોરા, ભરૂચ, રાધનપુર, ચાણસ્મા, લીંબડી, સુરેન્દ્રનગર, લુણાવાડા, સિક્કા, દ્વારકા, ખેડા, ડાકોર, મહેમદાવાદ, બાવળા, બારેજા, ધંધુકા, ઉપલેટા, માણસા, વિસાવદર, માણાવદર, તળાજા, ધાનેરા, તરસાડા, મોડાસા,
પાલિકાની ખાલી પડેલી 45 બેઠકો માટે પેટાચૂંટણી નવસારી, તાપી, રાજકોટ (બે બેઠકો), ખેડા, અરવલ્લી, અમદાવાદ અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતની ખાલી પડેલી આઠ બેઠકો, સાણંદ, દસક્રોઈ, મહેસાણા, સતલાસણા, ખેરાલુ, રાધનપુર, હારીજ, વ્યારા, ડોલવાણ, સોનગઢ, નિઝર, વિસનગર, દ્વારકા, દાંતા, પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ, ગાંધીનગર, ભિલોડા, બાવડ, ગરબાડા, દાહોદ, દેવગઢ બારિયા, ભાવનગર (ગ્રામ્ય), મોરબી, હળવદ, પ્રાંતીજ, હિંમતનગર, વડોદરા, સાવલી, ભરૂચ, નડિયાદ, માતર, ખેડા, વાસંદા, સુબીર, માંડવી, લુણાવાડા, બાલાસિનોર, અમરેલી અને ગોધરા તાલુકા પંચાયતોની ખાલી પડેલી 47 બેઠકો માટે 3 ઓકટોબરે ચૂંટણી યોજાશે.
આવતીકાલે સાંજે 6 કલાકે પાલિકા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર-પ્રસારના ભુંગળા શાંત થઈ જશે. આગામી રવિવારે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. પાંચમી ઓકટોબરના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.