મહાત્મા ગાંધી વિદેશ દક્ષિણ આફ્રિકા ગયા હશે ત્યારે પાસપોર્ટમાં કેવી તકલીફ પડી હશે: આજની આ સેવા શુભારંભ વચ્ચે કેટલો તફાવત છે: વિજયભાઇ રૂપાણી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટ સેવા કેન્દ્રનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે ચૈત્રી નવરાત્રીના પ્રમ દિવસે કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતુ કે, મહાત્મા ગાંધીના સમયકાળમાં પાસપોર્ટ કેવી રીતે નિકળતા હશે પૂજ્ય મહાત્મા ગાંધી વિદેશમાં દક્ષિણ આફ્રિકા ગયા હશે ત્યારે પાસપોર્ટમાં કેટલી તકલીફ પડી હશે! જ્યારે આધુનિક સમયમાં ઓનલાઇન પાસપોર્ટ સેવાી નાગરિકોને ખુબ ઝડપી લાઇનમાં ઉભા રહ્યા વગર પાસપોર્ટ પ્રાપ્ત ાય તેવી સુચારૂ (આઇ.ટી.) વ્યવસ શરૂ કરાઇ છે. મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સત્તા સંભાળતાની સો વિદેશ નિતિ પર વિશેષ ધ્યાન આપ્યું છે. વિદેશમાં જઈને ભારતીયોની મુશ્કેલીને સાંભળીને તેને હલ કરવાન પ્રયાસો કર્યા છે. પહેલા વિદેશમાં કોઇ વડાપ્રધાન જાય તો તેની નોંધ સુધ્ધા લેવાતી નહોતી. પરંતુ આજે નરેન્દ્રભાઇની વિદેશ યાત્રાની પૂર્વે અને પછી પણ સપ્તાહો દરમિયાન ટી.વી. અને અખબારોમાં ચર્ચાઓ ચાલ્યા કરે છે. આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રિય મંત્રી હરિભાઇ ચૌધરી, રાજ્ય સરકારના મંત્રીઓ શંકરભાઇ ચૌધરી, દિલીપભાઇ ઠાકોર, કેશાજી ચૌહાણ તા પોસ્ટ ઓફિસના અધિકારીઓ ઉપસ્તિ રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા બાલિકાઓને સુક્ધયા સમૃદ્ધ યોજનાની સહાય અર્પણ કરવામાં આવી હતી. સો સો વિવિધ વિકાસના કામોની તકતીનું લોકાર્પણ કરાયું હતુ.