પાલનપુર SOG પોલીસે મંગળવારે જગાણા નજીકથી રિક્ષામાંથી 1260 કિલો ગાંજો ઝડપ્યો હતો. ત્યારે આ રિક્ષા સાથે પાલનપુર અને પાટણના શખ્સની અટકાયત કરી હતી. તેમજ પોલીસે રિક્ષા સહિત રૂપિયા 2.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પાલનપુર SOG પોલીસે બાતમીના આધારે જગાણા એન્જિનિયર કોલેજની સામેથી ભાગળ ગામ તરફ જવાનાપાટિયા નજીક રોડની બાજુમાં રિક્ષા પડી હતી. તેમજ રિક્ષામાં બેઠેલા 2 શખ્સો જે તે હાલતમાં પકડી બેઠેલ બંને શખસોની વચ્ચે પડેલ એક લાલ કલરનો લેડીઝ થેલો ખોલી તેની અંદર જોતા કાળા કલરના પ્લાસ્ટિકના ઝભલાની અંદરથી 1.260 કીલોગ્રામ પદાર્થ મળી આવ્યો હતો. જે પદાર્થમાંથી વિશિષ્ટ પ્રકારની દુર્ગંધ આવતા પદાર્થ બાબતે રિક્ષામાં બેઠેલા બંને શખસોને પૂછતાં જણાવ્યું હતું કે, તે ગાંજો છે.

ત્યારબાદ પોલીસે FSL અધિકારીઓ બોલાવીને તેમને પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે, કેનાબીસનાં સક્રિય ઘટકોની હાજરી આ પદાર્થમાં જોવા મળે છે. જેથી તેને DFS ગાંધીનગર મોકલવા સૂચના આપી હતી. તેમજ પોલીસે રિક્ષા સહિત રૂપિયા 2,78,190 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 શખ્સોની અટકાયત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.