પાલનપુર અને ડીસા સોનાના ઘરેણાની ડીલીવરી કરવા આવેલા ત્રણેય કર્મચારીની કારને આંતરી ચલાવેલી લૂંટનો એલસીબીએ ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો
અમદાવાદની ઋષભ જવેલર્સના ત્રણ કર્મચારીની સ્વીફટ કારને ચડોતર નજીક પાંચ બુકાનીધારીએ આંતરી છરી બતાવી રુા.3 કરોડના સોના-ચાંદીના ઘરેણાની ચલાવેલી લૂંટનો પાલનપુર એલસીસી સ્ટાફે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી પાંચેય લૂંટારાઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. ઋષભ જવેલ્સના કર્મચારીઓ પાલનપુરમાં સોનાના ઘરેણાની ડીલીવરી કરી ડીસા તરફ જતાં હતા ત્યારે હાઇ-વે પર પાંચ બુકાનીધારીએ કાર અટકાવી પાંચેય શખ્સો કારમાં બેસી ગયા બાદ ત્રણેય કર્મચારીને છરી બતાવી કારને જુદા જુદા ગામોમાં ફેરવી તેની પાસે રહેલાં 3 કરોડના સોનાની લૂંટ ચલાવી ભાગી ગયાનું પોલીસમાં નોંધાતા બનાસકાંઠાના તમામ હાઇ-વે પર નાકાબંધી કરી પાંચેય લૂંટારાઓને ઝડપી લૂંટનો ભેદ ઉકેલ્યો છે.
બનાવની મળતી વિગતો મુજબ ડીસા – પાલનપુર હાઈવે પર ચડોતર પાસે ગઈકાલે મોડી સાંજના સમયે અમદાવાદ ઋષભ જ્વેલર્સ નામની પેઢીના ત્રણ કર્મચારીઓ 10 કિલો સોનું જેની કિંમત રૂ.3 કરોડ કારમાં લઇ અમદાવાદ થી ડીસા ડીલેવરી કરવા માટે જઈ રહ્યા હતા તે સમયે ચડોતર બ્રિજ પર તેનો નંબર જીજે.01.એચ.એકસ 9123 ને પાંચ બુકાની ધારીઓએ છરીની અણીએ કારને આંતરી તે કારમાં બેસી ગયા હતા અને પ્રથમ કારને હાઇવે પર દોડાવી કર્મચારીઓને આગળના રસ્તે ઉતારી દઈ રૂ.3 કરોડના સોનાં અને કાર, મોબાઇલની લૂંટ ચલાવી નાસી ગયા હતા.જ્યારે ત્રણ કર્મચારીઓમાંથી એક કર્મચારી દ્વારા બનાવની જાણ પાલનપુર પોલીસને કરાતા ડીવાયએસપી , એલસીબી પીઆઇ ગઠવી સહિતનાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાને ગંભીરતા અલગ અલગ ટીમો બનાવી ઠેર ઠેર નાકાબંધી કરી લૂંટારાઓને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા ત્યારે એલસીબી પીઆઇ ડી.આર.ગઢવી અને તેની ટીમને મળેલી બાતમી આધારે લુટ ચલાવનાર પાંચ દુકાનીધારીઓને ગણતરીની કલાકોમાં જ પકડી પાડયા હતા.અને તેમની પાસેથી તમામ મુદ્દા માલ અને કાર જપ્ત કરી હતી.ઉલેખનીય છે કે લૂંટ ચલાવનાર પાંચ બુકાનીધારીઓને અગાઉથી જ ઝડપથી કે અમદાવાદ રૂષભ જ્વેલર્સના ત્રણેય કર્મચારીઓ પોતાની સાથે કરોડોનું સોનું લઈ કરવા માટે આવી રહ્યા છે. જેથી હાલ પોલીસ દ્વારા તે દિશામાં પણ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.