ઓલ ઈન્ડિયા બીએસએનએલ, ડીઓટી પેન્શનર્સ એસો.ની બીજી ડિસ્ટ્રીકટ કોન્ફરન્સ પાલનપુર ખાતે યોજાઈ હતી. એઆઈબીડીપીએ પાલનપુર ડિસ્ટ્રીકટ બ્રાંચની બીજી ડિસ્ટ્રીકટ કોન્ફરન્સ ઈન્ડિયન મેડિકલ હોલ પાલનપુર ખાતે ઓપન સેશન નટુભાઈ એન.પટેલ (ગુજરાત સર્કલના પ્રેસિડેન્ટ)ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી હતી. દિપ પ્રાગટય કરી નટુભાઈ એન.પટેલે શુભારંભ કરાવ્યો હતો. એન.એમ. પરમારે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મનુભાઈ બી.ચનિયારા ગુજરાતના સર્કલ સેક્રેટરીએ અધિવેશનને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. મહેસાણાથી જી.બી. દરજી (ડિસ્ટ્રીકટ સેક્રેટરી), બી.એસ. રાજપુત (વાઈસ પ્રેસિડેન્ટ ગુજરાત), જી.બી.શ્રીવાસ્તવ પાટણથી વી.કે.પંડયા (સંગઠનમંત્રી ગુજરાત), પી.એસ.ઉપાધ્યાય (ડિસ્ટ્રીકટ પ્રેસિડેન્ટ), ગણપતસિંહ જે.ચૌહાણ (જિલ્લા સંગઠન મંત્રી) તથા બી.કે.સુથાર (હિંમતનગર) સાથે એમ.એસ.કોરાટ (ડિસ્ટ્રીકટ પ્રેસિડેન્ટ) તથા એ.વાય.ધોરી (ડિસ્ટ્રીકટ સેક્રેેટરી પાલનપુર) ઉપસ્થિત રહ્યા હતા.
નટુભાઈ એન.પટેલે જણાવ્યું કે, બીએસએનએલ પેન્શનર્સની માંગણી અને સમસ્યાની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે સંચારમંત્રી, સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ટેલીકોમ તથા સીએમડીને ઈ-મેઈલ દ્વારા નિવૃત કર્મચારી તથા ફેમિલી પેન્શનર્સના તા.1/1/2017થી પગારપંચથી ડિલીંક કરી (જુદા પાડી) પેન્શન રીવીઝન તથા તા.1/10/2020થી બંધ કરેલ મોંઘવારી ચુકવવા, મેડિકલના બાકી બીલ ચુકવવા, નિવૃત કર્મચારીને તેને ભરેલ તા.1/4/2019થી બાકી રહેનારને રકમ ચુકવવા તથા અન્ય માંગણીના અનુસંધાને યોગ્ય કરવા માંગણી કરી છે. તા.01/01/2017થી બીએસએનએલ નિવૃત કર્મચારી તથા ફેમેલી પેન્શનર્સના પેન્શન રીવીઝન કરવાની માંગણી મોદી સરકાર સમક્ષ કરવામાં આવેલી અને લોકસભાની ચુંટણી આવતા પ્રશ્ર્ન હલ થઈ શકેલ નહીં. મોદી સરકાર સમક્ષ પણ આ અંગે રજુઆત કરવામાં આવી છે. ગુજરાત સંગઠન મંત્રી વી.કે.પંડયાએ સંગઠનને મજબુત કરવા અને માંગણી અંગે કાર્યક્રમો આવે તેમાં મોટી સંખ્યામાં જોડાઈ દેખાવો કરવા અપીલ કરી વધુમાં જણાવેલ કે જેમ કેન્દ્ર સરકારે નિવૃત કર્મચારી તથા ફેમેલી પેન્શનર્સને પગારપંચ સાથે પેન્શને જોડી પેન્શન આપવાનું નકકી કર્યું છે. જેમ બીએસએનએલ કર્મચારીને પગારપંચ ન આપવાનું મોદી સરકારે નકકી કર્યું છે. એઆઈબીડીપીએ પાલનપુર 18 સભ્યોની કારોબારી સભ્યોની બે વર્ષ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં એન.એમ. પરમાર (ડિસ્ટ્રીકટ પ્રેસિડેન્ટ), વી.એમ.દરજી (ડિસ્ટ્રીકટ સેક્રેટરી), આર.પી. ખાસેતિયા (ટ્રેઝરર), વાય.એચ. સેરસીયા પેટન્ટ, એડવાઈઝરી કમિટીમાં જે.કે.રામી સાથે અન્ય ચાર સભ્યોની વરણી કરવામાં આવી હતી.