યોજના અંતર્ગત ૫૩૩ બાળકોના વાલીઓને રૂ. ૧૦૯.૮૯ લાખની સહાય ચુકવાઇ
બાળકના ઉજજવળ અને સૃુંદર ભવિષ્ય માટે રાજય સરકાર દ્વારા અનેક લોકોપયોગી યોજનાઓ અમલી છે. જેમાની એક યોજના એટલે પાલક માતા-પિતા યોજના સમાજમાં જે બાળકના વાલી મૃત્યુ પામ્યા હોય, પિતાનું અવસાન થયેલ હોય અથવા માતાએ પુન:લગ્ન કર્યા હોય તેવા બાળકો શ્રેષ્ઠ જીવન જીવી શકે તે માટે ૦ થી ૧૮ વર્ષની વયજુથના બાળકોના પાલક માતા-પિતાને માસિક રૂ. ૩ હજારની સહાય ચકુવવામાં આવે છે.રાજકોટ જીલ્લામાં વર્ષ ૨૦૨૦-૨૧ માં સપ્ટેમ્બર માસ અંતિત ૫૩૩ બાળકોના પાલક માતા-પિતા આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. જે અન્વયે એપ્રિલ થી સપ્ટેમ્બર માસ સુધીમાં આ પ૩૩ લાભાર્થીઓ ડી.બી.ટી. માફરત રૂ. ૧૦૯.૮૯ લાખની સહાય ચુકવવામાં આવી છે તેમજ વર્ષ ૨૦૨૦-૨૧ માં ૪૬ નવી અરજીઓ મઁજુર કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં ૧૪ર બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.