સૌરાષ્ટ્રમાં બીજા દિવસે વાદળછાંયુ વાતાવરણ: કાળઝાળ ગરમીમાં સેકાતા લોકોને થોડી રાહત: ઉનાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ: જગતાત ચિંતાતૂર
સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો નોંધાયો છે. વાદળછાંયા વાતાવરણના કારણે કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે. બીજીતરફ વાતાવરણના પલટાથી કેરીના પાકને વ્યાપક નુકસાની પહોંચવાની દહેશતથી ખેડૂતો ચિંતિત બની ગયા છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મંગળવારે બપોરે કમોસમી વરસાદનાં જોરદાર ઝાપટાં પડ્યાં હતાં. રાજકોટ જિલ્લાના ગોંડલ અને જામકંડોરણા પંકમાં તો કેટલાક સ્ળોએ તોફાની પવન સો કરા પણ પડ્યા હતા. સૌરાષ્ટ્રના રાજકોટ ઉપરાંત અમરેલી અને જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો હતો. આ વરસાદને કારણે કેરીના પાકને નુકસાન વાની મોટી ભીતિ ઊભી ઇ છે.
ગોંડલના કોલીડ ગામમાં તેમજ જામ કંડોરણામાં કરા પડ્યા હતા. જ્યારે આ કમોસમી વરસાદની સૌી વધુ અસર અમરેલી પંકમાં અને ગીર જંગલના વિસ્તારોમાં જણાઇ હતી. ગોંડલ તાલુકાના કોલીડ, વેજાગામ, બેટાવડ, નાની વિસાવડ અને વાછરા ગામમાં તોફાની પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. બાદમાં કરા સો ધોધમાર વરસાદ વરસ્યો હતો. અડધા કલાકમાં જ પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ,બરડીયા ગામે પણ કરા સો ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગોંડલ શહેરમાં પણ વરસાદી અમી છાંટણા યા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતિયાળા, આંબરડી, ઝાબલ, ભાડ, સકરપરા, લુવારા તેમજ ખાંભા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોલીડ, વેજાગામ, બેટાવડ, નાની વિસાવડ વિસ્તારમાં રહી હતી. રાજકોટ શહેરના કાલાવડ રોડ સહિતના અનેક ભાગોમાં હળવો વરસાદ યો હતો. આ સિવાય સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં આજેપણ આકાશ વાદળઘેર્યું રહ્યું હતું.
અમરેલી અને રાજકોટ જિલ્લામાં એકાએક આવી ચડેલા કમોસમી વરસાદને કારણે કેરીના પાકને અસર વાની સંભાવના છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વાતાવરણમાં ભેજ પ્રસરવાને કારણે કેરી બગડે એવી દહેશત સર્જાઇ છે.
આ વખતે તાલાલાના કેસરકેરીના માર્કેટમાં મૂરતના સોદા યા ત્યારી જ બોક્સના ભાવ રૂ.૪૦૦ની આસપાસ બોલાતા હતા અને મે મહિનાના પહેલા-બીજા અઠવાડિયામાં કેસર કેરી એના અસલ સ્વરૂપે માર્કેટમાં આવે ત્યારે ભાવ વધુ ઘટવાની અને લોકોને સસ્તી કેસર ખાવા મળે તેવી આશા હતી, પરંતુ આ કમોસમી વરસાદે સસ્તી કેસર મળવાની આશાઓ ધોઇ નાખી છે.વાતાવરણમાં ભેજ પ્રસર્યો હોવાી હાલ આંબાઓ પર લટકી રહેલી કેસર બગડી જાય અને એનો સ્વાદ ફેર ઇ જાય એમ છે. પરિણામે આ વખતે કેસરના સારા પાકની સંભાવનાી સારી કમાણી કરવાની આશા રાખીને બેઠેલા ખેડૂતોને માટે રડવાનો વારો આવે એવી દહેશત છે.આ કમોસમી વરસાદને કારણે કેરી ઉપરાંત ખાસ કરીને ડુંગળીના ઊભા પાકને અમરેલી જિલ્લાના લુંવારા સહિત જાબાળમાં ખૂબ નુકશાન યુ છે. હાલમાં તૈયાર યેલો ડુંગળીનો પાક ખેતરમાં પલળી જવા પામ્યો છે તેમજ કેસર કેરી નો પાક પવન તા વરસાદ ને કારણે ખરી જતા હાલ ખેડુતો ને નુકશાન વા પામ્યું છે.