ઈસ્ટ ઝોનમાં ૪૦ બાકીદારો સામે રિકવરીની કાર્યવાહી હાથ ધરાતા રૂ.૨૨.૮૫ લાખની આવક
કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા આજે શહેરના પેલેસ રોડ, યાજ્ઞીક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, વાણીયાવાડી અને સહકાર મેઈન રોડ પર ૧૯ મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી. જયારે સામાકાંઠા વિસ્તારમાં ૪૦ બાકીદારો સામે રીકવરીની કામગીરી હાથ ધરવામાં આવતા બપોર સુધીમાં ૨૨.૮૫ લાખની વસુલાત થવા પામી છે.
સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૭માં પેલેસ રોડ પર ભૂમિ જવેલર્સ, યાજ્ઞીક રોડ પર ટ્રેન્ડ મોબાઈલ, કેશવ કોમ્પલેક્ષ, ગોંડલ રોડ પર બે કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, ટાગોર રોડ પર એકયુરેટ સ્કવેર, ઢેબર રોડ પર રાજ-વિરાજ કોમ્પલેક્ષ, ગોંડલ રોડ પર એમ.કે.ડિઝલ, સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ ઈન્ડસ્ટ્રીયલ યુનિટ, વોર્ડ નં.૧૪માં વાણીયાવાડી અને વોર્ડ નં.૧૭માં સહકાર મેઈન રોડ પર ૧૯ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. તથા નોટિસ ફટકારવામાં આવી છે દરમિયાન ૯.૮૯ લાખની વસુલાત થવા પામી છે.
ઈસ્ટઝોનમાં આજે વોર્ડ નં.૪માં કુવાડવા રોડ, લાતી પ્લોટ, વોર્ડ નં.૫માં પેડક રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડનગર, વોર્ડ નં.૬માં સંતકબીર રોડ, બાલાજી એરીયા, વોર્ડ નં.૧૫ મારૂતી ઈન્ડસ્ટ્રીઝ, ભારત ઈન્ડસ્ટ્રીઝ, વોર્ડ નં.૧૬માં જંગલેશ્ર્વર વિસ્તાર, વોર્ડ નં.૧૮માં જૂના રણુજા, વર્ધમાન ઈન્ડસ્ટ્રીઝ, ધ્વની ઈન્ડસ્ટ્રીઝ ઘનશ્યામનગરમાં ૪૦ મિલકતો સામે રીકવરીની કામગીરી હાથ ધરવામાં આવતા ૨૨.૮૫ લાખની વસુલાત થવા પામી છે.