લદ્દાખમાં ચીન સાથેના ઘર્ષણમાં ભારતની વ્યસ્તતા વચ્ચે આતંકવાદીઓ ઘુષણખોરી કરવા સક્રિય

ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સરહદ મુદ્દે ઘર્ષણ ચાલી રહ્યું છે. ત્યારે નાપાક પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને પોષવાની વધુ એક હરકત સામે આવી છે. જમ્મુ-કાશ્મીરને લગતી એલઓસી નજીક લોન્ચીંગ પેડ પર ૩૦૦થી વધુ આતંકીઓ ભારતમાં ઘુસવાની ફીરાકમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈને તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના ડીજીપી સાથે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.

આતંકી ગતિવિધિઓ અંગે ડીજીપીએ જણાવ્યું હતું કે, એલઓસી પાસે ૩૦૦ આતંકીઓ ભારતમાં ઘુસવાની પેરવી કરી રહ્યાં છે. કાશ્મીરની ખીણમાં આતંકી ઘટનાઓ બને તેવી દહેશત છે. લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન પાકિસ્તાન ભારતમાં વધુને વધુ આતંકીઓ ઘુસાડવાની ઈચ્છા રાખી રહ્યું છે. જેથી એલઓસી નજીક વધુ સતર્કતા દાખવવામાં આવી છે. જૈસ એ મહમદ, હિઝબુલ મુઝાહુદ્દીન, લશ્કર એ તૌયબા સહિતના આતંકી સંગઠનો ભારતમાં આતંક મચાવવા  સક્રિય છે.

નોંધનીય છે કે, છેલ્લા ૧૫ દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને આતંકીઓને વીણી-વીણી મારવાનું ઓપરેશન ચાલ્યું છે. જેના કારણે અત્યાર સુધીમાં આ વિસ્તારમાં ૩૦ જેટલા આતંકીઓનો ખાત્મો માત્ર ગણતરીના દિવસોમાં જ બોલાવી દેવાયો છે. હજુ આ વિસ્તારમાં આતંકવાદીઓ સામેનું ઓપરેશન તિવ્ર બનશે. કાશ્મીરમાં આતંકવાદીઓને પોષતા ગદ્દારોની સંખ્યા ઓછી થતાં આતંકવાદીઓ સામેનું ઓપરેશન વધુ ઝડપી બન્યું છે.

પાકિસ્તાને ઔકાત બતાવી: તીડથી રક્ષણ માટે મળનારી બેઠકના આયોજનમાંથી ફસકી ગયું!

પાકિસ્તાને ગુરૂવારે રણતીડના આક્રમણ સામે કથિત કાર્યવાહીના પગલાં લેવાની ભારત સાથેની દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેવામાંથી છેલ્લી ઘડીએ નન્યયોભણીને પીછેહઠ કરી લીધી હતી. રણતીડ  મુદ્દે બન્ને દેશો વચ્ચે દેશની સરહદ પર આવેલા ભારતના મુનાવાવમાં આ બેઠક યોજાવવાની હતી.

જો કે, ઇસ્લામાબાદે અગાઉ રણતીટ મુદ્દે ટેકનીકલ સ્તરે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ભાગ લેવાની સહમતિ આપી હતી પરંતુ ગુરુવારે યોજાનારી આ બેઠકમાં જોડાવવાની તેણે છેલ્લી ઘડીએ ઇન્કાર કરી દીધો હોવાનો અધિકારીઓએ જણાવ્યું હતું.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સાધનિક અને સંસ્થાકીય ધોરણે બન્ને દેશો વચ્ચે છ વખત બેઠકો યોજવાની વ્યવસ્થામાં ભારતના મુનાવાવ અથવા પાકિસ્તાનના ખોખરાપાડામાં તીડના મહત્તમ ઉપદ્રવ અને આક્રમણના સમયગાળા જુનથી નવે. દરમિયાન યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન રણતીડના આક્રમણની વધુમાં વધુ શકયતાઓ રહેલી હોય છે. ભારત, પાકિસ્તાન ઉપરાંત અન્ય દેશો જેવા કે ઇરાન, અફઘાનિસ્તાન અને સંયુકત રાષ્ટ્રસંઘના અન્ન અને કૃષિ વિભાગ એફ.એ.સી. દ્વારા છેલ્લા માર્ચ મહિનાથી દરેક અઠવાડીયે રાષ્ટ્રીય સ્તરે આવી બેઠકોનું આયોજન કરી રહી છે. ગુ‚વારે આ શ્રેણીની રણતીડના આક્રમણને મુદ્દે આ વર્ષની પ્રથમ દ્વિપક્ષીય બેઠકનું ગુરૂવારે આયોજન કરવામાં આવ્યું હતું.

લશ્કર-એ-તોયબાને ટેરર ફંડીગ બદલ હાફીઝ સઇદના ચાર મળતીયાને સજા

પાકિસ્તાનમાં ત્રાસવાદ વિરોધી અદાલતે ગુરુવારે ૨૦૦૮માં મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદના નિટક વર્તી સાથીદારો અને પ્રતિબંધીત જાહેર કરાયેલા જમાતુદ્દ દાવા ના ચાર ટોચના આતંકીયોને ટેરર ફંડીગ આતંકીઓને નાણા પુરા પાડવા બદલ પાંચ વરસની સજા ફટકારતો હુકમ જારી કર્યો હતો.

હાફીફ અબ્દુલ રહેમાન મલિક, મલિક જાફર ઇકબાલ, યહયા અજીજ અને અબ્દુલ સલામને ૯મી જુને દોષિત ઠેરાવાયા હતા. ઇકબાલ અને અજીજને પાંચ વરસની જેલ જયારે મકકી અને સલામ ને એક એક વરસની સજા સંભળાવવામાં આવી હતી.

લાહોરની આતંક વિરોધી અદાલતે જમાતુદ દાવા અને લશ્કરે તોયબાના (કથિત નેતા) આંતકીયો મલિક જાફર ઇકબાલ અને યાહય, અજીજ, અબ્દુલ રહમાન મકકી અને અબ્દુસ્સલામને ટેરર ફંડીગ બદલ ૯ જુને દોષિત ઠેરવ્યા હોવાનું કાઉન્ટર રેટીરીઝમ ડિપાર્ટમેનટ સી.ટી.ડી. ના પ્રવકતાએ એક નિવેદનમાં જાહેર કર્યુ હતું. આતંક વિરોધી અદાલતે ચારેય કસુવારોને પ્રત્યેકને પચાસ હજાર રૂ નો દંડ પણ ફટકાર્યો હતો. જેને પગલે આરોપીઓને છ મહિનાની વધુ સજા કાપવી પડશે. આ ચારેય આરોપીઓને આંતર વિરોધ ધારા ૧૯૯૭ અંતર્ગત કસુરવાર ઠેરવી સજા આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.