વરસાદની ઋતુ હોય કે ન હોય બધાને પકોડા ખાવા ખૂબ ગમે છે જે તમે પણ પકોડા ખાવાનાં શોખીન છો તો એવામાં આજે તમારા માટે એક એવા સ્વાદિષ્ટ પકોડા બનાવવાની રેસિપી લઇને આવ્યા છીએ…. જેનાથી ઘરે આવતા આગંતુકનું દિલ પણ જીતી શકાશે. તો આવો જોેઇએ કે કેવી રીતે બનાવવા લઝીઝ પકોડા. આમ જોઇએ તો પકોડા બનાવવા ઘણી સામગ્રીની જરુર પડે છે ત્યારે આ પ્રકારના પકોડા ઘરે બનાવવા એકથી દોઢ વાટકો કોર્ન ફ્લોર એક નાની ચમચી આદુ પેસ્ટ, ૩-૪ સમારેલાં મરચાં અડધી નાની ચમચી લાલ મરચું પાઉડર, અડધી નાની ચમચી, ધાણા જીરુ પાઉડર, મીઠુ સ્વાદ મુજબ, અને પકોડા તરવા માટે તેલ…..
પકોડા બનાવવાની રીત…..
દરેક સામગ્રીને એક બાઉલમાં સરખી રીતે મિક્સ કરો…પછી તેમાં થોડુ કઠણ પેસ્ટ જેવું મિશ્રણ થાય એ રીતે પાણી ઉમેરો અને ગેસ પર કડાઇ મુકી તળવા માટે તેલ ગરમ કરો, ગરમ તેલમાં ચમચીથી પકોડા મુકતા જાવ અને સોનેરી રંગના થાય એટલે બહાર કાઢો.. અને મહેમાનોને ચા સાથે ગરમા-ગરમ ક્રિસ્પી પકોડા પીરસો….