હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવી રહેલા કેદીનુ હૃદય બેસી જ્યાં મોત: પરિવારની પીએમ કરાવવા માટે આનાકાની
રાજકોટની મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને ગઇ કાલે તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવારમાં જ દમ તોડતા પરિવારમાં માતમ છવાયો હતો. આ સાથે મૃતકના પરિવારજનોએ મૃતદેહનું પીએમ કરાવવા માટે આનાકાની કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ અવેશ દાદુ નામના હત્યાના આરોપીને ભાવનગર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. જેને સજાના ભાગરૂપે તેને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામા આવ્યો હતો. ગઇ કાલે જેલમાં તેની તબિયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવારમાં દમ તોડતા પરિવારમાં માતમ છવાયો છે.
સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા પાક્કા કામના કેદીનું મોત થતાં તંત્ર દ્વારા તેના મૃતદેહને પ્રોટોકોલ મુજબ પોસ્ટોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે મૃતક કેદીના પરિવારજનોએ પીએમ કરાવવા માટે આનાકાની કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પીએમ રૂમ પર દોડી ગયા હતા.